કોરોના ની સ્થિતિ વચ્ચે અનેક લોકો બેકાર થઈ ગયા છે અને રોજ આત્મહત્યા ના બનાવો સામે આવી રહ્યા છે આ સ્થિતિ ખુબજ ચિંતા કરાવનારી છે ત્યારે વલસાડ માં પણ દેવું વધી જતાં આર્થિક સંકણામણ થી કંટાળી યુવાને આત્મહત્યા કર્યા નો કિસ્સો પ્રકાશ માં આવ્યો છે. વલસાડના કૈલાશ માર્ગની સાઇ રેસિડેન્સીમાં રહેતા 31 વર્ષીય સંદીપ શાંતુભાઈ પટેલ વાપી ખાતે જેએમ ફાઈનાન્સમાં રીજનલ મેનેજર તરીકે નોકરી કરતા હતા અને પત્ની શિલ્પા ગુંદલાવમાં દવાખાનું ચલાવે છે. મંગળવારે બપોરે સંદીપે પારડીના ભેંસલાપાડા મેદાનમાં કારમાં ઝેરી દવા પી લીધી હતી અને સંદીપે તેમની બહેન ને ફોન કરી મે ઝેરી દવા પી લીધી હોવાનું જણાવ્યુ હતું. આથી શિલ્પા પહોચી હતી જ્યાં સંદિપ કારમાં બેભાન હાલતમાં હોય તેને પારડી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યા તેમની તબિયત વધુ લથડતાં ધરમપુરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યા તેમનું બુધવારે મોત થયું હતું. સંદીપે પારડી હોસ્પિટલમાં મેજીસ્ટ્રેટ સમક્ષ નોંધાવેલા નિવેદનમાં એવું જાણવા મળ્યું છેકે, સંદીપને દેવું વધી જતાં અને આર્થિક તંગીથી કંટાળીને આ પગલું ભર્યુ હતું.
સંદીપના લગ્નને ત્રણેક મહિના અગાઉ થયા હતા. આ ઘટના એ વલસાડ માં ભારે ચકચાર જગાવી છે.
