વલસાડ તાલુકા પંચાયતમાં 6 બેઠક પર ભાજપની જીત થઈ છે અને બે બેઠક પર અપક્ષનો વિજય થયો છે.
કપરાડા તાલુકા પંચાયત અસ્ટોલ
માં ભાજપ ના ઉમેદવાર રસીલા બેન મગન ભાઈ ગાંવીત ને 2153 મતો સાથે વિજય
કાપરડા તાલુકા પંચાયત
કારચોન્ડ 10 ઉપર અપક્ષ ઉમેદવાર
પરસોત ભાઈ ફકીર ભાઈ વડવલે જીત્યા, કાપરડા તાલુકા પંચાયત
મેઘવાડ 13 ઉપર ભાજપ ના
ગોવિંદ ભાઈ બબલુ ભાઈ બોરસા જીત્યા.
ટીસકરી જંગલ ઉપર અરવિંદ દેવું કોંતી (ભાજપ ) વિજય થયા જ્યારે તુમડાં ઈશ્વરભાઈ કિશન ભાઈ (અપક્ષ) વિજય બન્યા
કપરાડા જિલ્લા પંચાયત ની 1 બેઠક જ્યારે તાલુકા પંચાયત ની 4 બેઠક ભાજપે કબ્જે કરી છે.
રાજ્યમાં આજે મતગણના નો ભારે ઉત્સુકતા સભર દિવસ છે અને મત ગણતરી કેન્દ્રો ઉપર મત ગણતરી ચાલુ છે અને આવનારા પરિણામો ઉપર સૌની મીટ મંડાઈ છે અને અહીં આંતરીક વિખવાદ ને કારણે પરિણામો કેવા આવશે તેના ઉપર સૌની નજર છે. વલસાડ જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતો સાથે ઉમરગામ અને ધરમપુર નગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાન પર્વમાં મોટી સંખ્યામાં મતદારોએ ઉત્સાહ દર્શાવ્યો હતો. જિલ્લામાં 67.46 ટકા મતદાન નોંધાયું હતું. ઉમરગામ નગરપાલિકામાં 63.62 મતદાન થયું હતું. જોકે,અહીં નગરપાલિકામાં ભાજપના 1, જિલ્લા 1 અને તાલુકા પંચાયતમા 6 ઉમેદવાર બિન હરિફ જાહેર થયેલા છે.
513 ઉમેદવારો ના ભાવિનો ફેંસલો થઈ રહ્યો છે, વલસાડની સરકારી ઇજનેરી કોલેજ ખાતે મતગણતરી ચાલુ છે. પાર્ટીના કાર્યકર્તાઓ ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લા પંચાયત અને જિલ્લાની તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ છે. વલસાડ જિલ્લાના 8 મત ગણતરી સેન્ટર ઉપર જિલ્લા પંચાયત ની 37, તાલુકા પંચાયતની 152, ઉમરગામ નગર પાલિકાની 27 બેઠક ઉપર સામાન્ય ચૂંટણી અને ધરમપુર નગર પાલિકાની 1 બેઠક ઉપર મત ગણતરી ચાલુ છે.
શરૂઆત ના તબક્કામાં જ ધરમપુર મા વોર્ડ નં 2 માં ભાજપ નો વિજય થયો છે.ઉમરસાડી 1 માં ભાજપ ના ઉમેદવાર વિજેતા બન્યા છે.