ધરમપુર વિસ્તારમાં વલસાડ જીલ્લા પોલીસ દ્વારા પકડવામાં આવેલ ડુપ્લીકેટ ચલણી નોટોના રેકેટમાં સંડોવાયેલ વધુ ચાર ઇસમોને ૫૦૦ ના દરની ડુપ્લીકેટ નોટ નંગ ૩૦૦ સાથે વલસાડ એસ.ઓ.જી એ ઝડપી લીધા છે.
વિગતો મુજબ તા .૧૧ / ૦૬ / ૨૦૨૧ ના રોજ વલસાડ જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલા ની સૂચના અને એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેકટર વી.બી.બારડ અને જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર જે.એન.ગોસ્વામી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા એસ.ઓ.જી. એલ.સી.બી.ના પોલીસ સબ ઈન્સ્પેકટર કે.જે.રાઠોડ , પોલીસ સબ ઈન્સ્પેકટર સી.એચ.પનારા , પોલીસ સબ ઈન્સ્પેકટર એલ જી . રાઠોડ , પોલીસ સબ ઈન્સ્પેકટર કે.એમ.બેરીયા નાઓ પોલીસ સ્ટાફના માણસોના જોઈન્ટ ઓપરેશન દરમ્યાન એસ.ઓ.જી.ના હે.કો. સયદ વાઢે ને મળેલ બાતમી આધારે ધરમપુર સમડી ચોક સામે આવેલ જુની કેરી માર્કેટવાળા કમ્પાઉન્ડમાં ધરમપુર ખાતેથી આરોપી ઝીપરૂભાઇ સંતાભાઇ નાઓ પાસે રૂપિયા ૫૦૦ / -ના દરની ભારતીય બનાવટની ખોટી ચલણી નોટો નંગ -૬૦ સાથે | પકડી ધરમપુર પો.સ્ટે માં ગુનો દાખલ કરવામાં આવેલ હતો . અને આ ગુન્હાની તપાસ દરમ્યાન બીજા ત્રણ ઈસમોને ધરમપુર ખાતેથી પકડી પાડી તેઓ પાસેથી રૂપિયા ૫00 / – ના દરની ભારતીય બનાવટી ખોટી નોટો નંગ -૮૮ મળી આવેલ અને આમ કુલ ચાર આરોપીઓ પાસેથી ભારતીય બનાવટની ખોટી ચલણી નોટો નંગ -૧૪૮ કબજે કરેલ હતી અને પકડાયેલ આરોપીઓના તા .૧૯ / ૦૬ / ૨૦૨૧ સુધીના પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવેલ હતા , આ ગુનાની તપાસ પો.સબ.ઇન્સ. એલ.જી. રાઠોડને સોપવામાં આવેલ હતી . સદર ગુનાની તપાસમાં બનાવટી ચલણી નોટ કયા પ્રીન્ટ કરવામાં આવતી હતી , ડુપ્લીકેટ નોટો સરક્યુલેશન કરવામાં કોણ કોણ સંડોવાયેલ છે , પ્રીન્ટ કરવામાં ઉપયોગમાં લીધેલ સાધન સામગ્રી તથા પ્રીન્ટ થયેલ નોટો કબજે કરવા ઉંડાણ પૂર્વક તપાસ કરવા તથા સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલ મુખ્ય આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસ અધિક્ષક વલસાડ ડો . રાજદીપસિંહ ઝાલા દ્વારા આપેલ સુચના ના આધારે એસ.ઓ.જી પોલીસની ટીમે વધુ ચાર આરોપીની ધરપકડ કરી તેઓના કબ્જ માથી ભારતીય બનાવટની રૂપિયા ૫૦૦ / – ના દરની ડુપ્લીકેટ નોટો નંગ -૩૦૦ / તપાસ અર્થે કજે કરેલ છે . હાલ આ ગુનાની તપાસ ચાલુ છે . તપાસ દરમ્યાન પકડાયેલ આરોપીના નામ તથા ભુમીકા ( ૧ ) હરીદાસ ઉર્ફે હરેશ સોનીરામ ચૌધરી રહે.ગામ.માંધા , ચીકાર ફળીયુ , તા . સુરગાણા જી.નાશીક ( મહારાષ્ટ્ર ) તેના સાથી સહ આરોપી કૃતેશ ઉર્ફે અજય પાસે આ નોટો ફોટો શોપ સોફ્ટવેરમાં સ્કેન કરાવી નોટોની પ્રિન્ટો મહારાષ્ટ્રમાં કઢાવી આરોપી જયસિંગ મારફતે સહ આરોપીઓને વટાવવા માટે આપેલ હતી જેમાં આરોપી હરીદાસને ૫૦૦ ના દરની ડુપ્લીકેટ નોટ નંગ ૧૩૨ સાથે પકડી પાડેલ છે અને સદર આરોપી અગાઉ પ્રોહીબીશનના ગુનાઓમાં સાપુતારા પોલીસ સ્ટેશન તથા વઘઇ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે . ( ૨ ) કૃતેશ ઉર્ફે અજય દેવરામ બોચલ રહે , ટેમ્બરૂલપાડા ગામ તા . સુરગાણા જી.નાશીક ( મહારાષ્ટ્ર ) નાએ બી.એસ.સી નો અભ્યાસ કરેલ હોય આ કામે મળી આવેલ નોટો સહ આરોપી હરીદાસ ઉર્ફે હરેશ સોનીરામ ચૌધરીના કહેવા મુજબ ફોટો શોપ સોફ્ટવેરના માધ્યમથી સ્કેન કરી કલર પ્રિન્ટો કાઢી આપેલ . ( ૩ ) જયસિંગ લક્ષ્મણ વળવી રહેવાસી.ગામ.ગુહી મુળગામ ફળીયુ , તા . સુરગાણા જી.નાશીક ( મહારાષ્ટ્ર ) સહ આરોપી હરીદાસ ઉર્ફે હરેશ પાસેથી બનાવટી નોટો મેળવી અગાઉ પકડાયેલ આરોપી પરસુ ઉર્ફે પરસેને આપતો હતો . આરોપી જયસિંગને ૫૦૦ / -ના દરની ડુપ્લીકેટ નોટ નંગ ૧૦૨ સાથે પકડી પાડેલ છે . ( ૪ ) ભગવંતા ઉર્ફે ભગવાન સુક્કર ગુંબાડે રહે.ગામ.ગુહીં , મુળગામ ફળીયુ , તા.સુરગાણા જી.નાશીક ( મહારાષ્ટ્ર ) નાએ ડુપ્લીકેટ નોટો વટાવવા માટે સહ આરોપી પરસુ પાસેથી મેળવેલ હતી . આરોપી ભગવંતાને ૫૦૦ / -ના દરની ડુપ્લીકેટ નોટ નંગ ૬૬ સાથે પકડી પાડેલ છે . જ કજે કરવામાં આવેલ મુદ્દામાલ : અગાઉ ધરપકડ કરેલ ચાર આરોપીઓ પાસેથી ભારતીય બનાવટની રૂપિયા ૫૦૦ / -ના દરની ખોટી ચલણી નોટ નંગ- ૧૪૮ તથા તપાસ દરમ્યાન પકડાયેલ ઉપરોકત ચાર આરોપીઓ પાસેથી ડુપ્લીકેટ નોટ નંગ 300 સાથે પકડી પાડી આ ગુનાના કામે રૂપિયા ૫૦૦ / -ના દરની ડુપ્લીકેટ નોટ નંગ કુલ ૪૪૮ કન્જ કરવામા આવેલ છે . આરોપીઓ કૃતેશ ઉર્ફે અજય તથા હરીદાસ ઉર્ફે હરેશ રૂપીયા પ 00 / – ના દરની નોટ ફોટો શોપ સોફ્ટવેરમાં સ્કેન કરી પોતાની પાસે રહેલ લેપટોપ તથા પ્રિન્ટરમાંથી પ્રિન્ટ આઉટ કાઢતા હતા અને એકબીજાની મદદગારી કરી ભારતીય બનાવટની રૂપીયા ૫૦૦ / -ના દર ની ખોટી ( નકલી ) ચલણી નોટો બનાવી તે ખોટી નોટોનો ખરા તરીકે ઉપયોગ કરી ધરમપુર વિસ્તારમાં તથા મહારાષ્ટ્ર રાજયના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં સરક્યુલેટ કરી પોતાનો આર્થિક ફાયદો મેળવતા હતા . આરોપીઓ સામાવાળાને શંકા ન જાય તે માટે ખરી નોટોના બંડલમાં પોતાની પાસે રહેલ અમુક ખોટી નોટો મુકી આ નોટો બજારમાં સરક્યુલેશનમાં મુકી દેતા હોવાની વાત તપાસ દરમ્યાન સામે આવી છે. આ કેસ માં એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેકટર વી.બી.બારડ , એલ.સી.બી પોલીસ ઈન્સ્પેકટર જે.એન.ગોસ્વામી તથા પો.સ.ઈ કે . જે . રાઠોડ તથા સી.એચ. પનારા પો.સ.ઈ એલ.જી રાઠોડ તથા ક એમ.બેરીયા તથા એસ.ઓ.જી. શાખાના હે.કો.સયદ બાબન વાઢે , હે.કો ભાવેશભાઇ મગનભાઇ , પો.કો કુલદિપસિંહ ધર્મેન્દ્રસિંહ , પો.કો અરૂણ સીતારામ , પો.કો. મેહુલભાઇ અરવીંદભાઇ વગેરે એ પ્રશંસનીય કામગીરી બજાવી હતી.
