વલસાડ માં પણ બર્ડ ફલૂ ની સત્તાવાર એન્ટ્રી થઈ ચૂકી છે,વિગતો મુજબ વલસાડ માં કાગડાઓ ના ટપોટપ મોત થયા બાદ વલસાડ ના સ્થાનિક વિભાગ દ્વારા ફૂડ પોઇઝન ની શકયતા વ્યક્ત કરાઈ હતી અને દરમિયાન અટગામ ના નહેર પાસે ના રીઝવર્ડ ફોરેસ્ટ વિસ્તારમાં કેટલાક કાગડાઓના મોત થતા તા.8 /1/2021 ના સેમ્પલ વધુ તપાસ માટે આઇસીએઆર લેબમાં ભોપાલ ખાતે ટેસ્ટ માટે મોકલાયા હતા જેમાં મૃત કાગડાઓનાં 5 નમૂના લેવાયાં હતાં, જે પૈકી 4 નમૂનાઓ બર્ડ ફલૂ ના પોઝીટિવ નોંધાયા હતા પરિણામે વલસાડમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થતા અહીં ની સ્થાનિક વહીવટી તંત્ર ચોંકી ઉઠ્યું છે અને 3 કીમી માં સર્વેલન્સ અને ઈન્ફેકટેડ ઝોન નક્કી કરી દેવા સાથે દોડધામ મચી છે.
અત્રે નોંધનીય છે કે બારડોલી ના મઢી અને જૂનાગઢ ના બાંટવા માં મરેલા પક્ષીઓ ના રિપોર્ટ પણ પોઝીટિવ આવતા ગુજરાત માં બર્ડ ફલૂ થી પ્રભાવિત થઈ ચૂક્યું છે ત્યારે આ રોગ મનુષ્ય માં ફેલાય તે પહેલાં સરકાર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવે તે જરૂરી થઈ પડયું છે અને પક્ષીઓ ને બચાવવા માટે તરત જ કાર્યવાહી થવી જરૂરી બની ગઈ છે.
