વલસાડ શહેર ના પોશ વિસ્તાર ગણાતા તિથલ રોડ સ્થિત સુકૃતિ એપાર્ટમેન્ટ માં બર્થડે પાર્ટી માં દારૂ ની મહેફિલ જામી હોવાનો મેસેજ મળતા જ પોલીસે રેડ કરતા ચાર યુવતી સહિત દસેક ઈસમો ની પોલીસે ધરપકડ કરી હતી.
પોલીસ કંટ્રોલ રૂમ પર મેસેજ મળતા જ પોલીસે સુકૃતિ એપાર્ટમેન્ટ ના ફ્લેટ ન.106 માં રેડ કરતા હાજર યુવકો અને યુવતીઓ માં નાસભાગ મચી હતી પાર્ટી માં હાજર યુવક-યુવતીઓ વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા હોવાના દશ્યો જોવા મળ્યા હતા,પોલીસે દારૂની મહેફિલ માણતા 10 યુવકો અને 4 યુવતીઓ ની ધરપકડ કરી હતી. પોલીસ તપાસ દરમ્યાન ઉત્કર્ષ શિવકુમાર ગહેલોત નામના યુવકે પોતાના જન્મદિવસ માટે પાર્ટીનું આયોજન કર્યુ હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે દારૂ ની મહેફીલ માણી રહેલા હર્ષ ગડા, દીપ મોદી, પલ્લવ શાહ, ચિંતન ગડા, ઋષભ પુજારા, ભાવિન લીમ્બાચીયા, કેયુર પટેલ, પ્રતીક દેસાઈ, ધ્રુવાંગ ગોકાણી નામના યુવકો સહિત માનસી ગહેલોત, મૈત્રી ગેહલોત , ખુશી મોદી અને સોનાલી કરંજકર નામની યુવતીઓ ની ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઘટના ને લઈ ભારે ચકચાર મચી ગઇ હતી.
