આજરોજ વલસાડ શહેર માં આવાબાઇ સ્કૂલ મેદાન ખાતે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર તેમજ ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેક સોસાયટી વલસાડ ના સંયુક્ત ઉપક્રમે મેરથોન દોડ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર ખરસાણા એ લીલી ઝંડી આપી મેરોથોન દોડ નું પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકા શાસક પક્ષના નેતા સોનલબેન સોલંકી સહીત તબીબ ક્ષેત્ર ના અગ્રણીઓ હાજર રહ્યા હતા
મેરોથોન દોડ માં વલસાડની વિવિધ સંસ્થાઓ ના પ્રતિનિધિઓ સહિત આશરે ૧૫૦૦ થી વધુ દોડવીરો જોડાયા હતા જેમાં બાળકો થી લઈ દરેક ઉમર ના લોકો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
