વલસાડ પંથક માં નજીકના ગામો માં કોઈ રોકટોક વગર બેફામ માટીચોરી કરનારા તત્વો બેફામ બની ગયા છે અને કોઇ ફિલ્મી વિલન ની જેમ વગ અને ધાક બતાવી કાયદા ની ઐસીતૈસી કરીને હાલ માં પુરજોશ માં માટીની તસ્કરી કરી રહ્યા છે તેમ છતાં આવા તત્વો ને રોકવા માટે તંત્ર નમાલુ સાબિત થઈ રહ્યું છે.વલસાડ માં બિન્દાશ બનેલા લુખ્ખા તત્વોએ ભારે ઉપાડો લીધો છે અને દાદાગીરી ઉપર ઉતરી આવ્યા છે. વિગતો મુજબ આવુજ કઈક રાજકોટમાં ચાલતું હતું અને ત્યાં પણ માથાભારે તત્વો બેફામ બન્યા હતા પરંતુ ત્યાંની RR સેલ ની જાંબાઝ ટીમે દરોડો પાડી માથા ફરેલા તત્વો ની જાહેર માં હેકડી કાઢી નાખી તેમના અઢી કરોડ ના વાહનો જપ્ત કરી લઈ રૂપિયા 14 કરોડ 42 લાખ ની ખનીજ ચોરી ની પોલ ખોલી નાખી ઈમાનદાર ઓફીસરો એ પોતાની ફરજ નું પ્રમાણ રજૂ કર્યું હતું ત્યારે સવાલ એ થાય છે કે વલસાડ માં તંત્ર ને આવા બેફામ રીતે માટી ચોરી નું જાહેર માં કૌભાંડ ચલાવતા તત્વો ને કોણ છાવરી રહ્યું છે જે એક્શન રાજકોટ નું તંત્ર લઈ શકતું હોય તે જ પગલાં ભરવામાં વલસાડ નું તંત્ર કેમ ચૂપ છે તે તપાસ નો વિષય છે ત્યારે જનતા માં આ વાત ભારે ચર્ચાનો વિષય બની છે અને વલસાડ ના વહીવટી વિભાગ ની આબરૂ દાવ ઉપર લાગી ગઈ છે. લોકો માં ચર્ચા એ પણ છે કે કાંતો અધિકારીઓ રૂપિયા ખાઈ ને બેસી ગયા છે અને કાંતો આવા માથાભારે તત્વો સામે એક્શન લેવામાં ટાંટિયા એકી બેકી રમી રહ્યા છે ત્યારે આ બધી વાતો વચ્ચે આખું કૌભાંડ સત્યડે ઉજાગર કરશે અને ગાંધીનગર ના આકાઓ સુધી પહોંચાડશે
