વલસાડ શહેરમાં કોરોના ની સ્થિતિ વકરતા માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટનીંગ સહિત ના નિયમો નું પાલન કરાવવા જિલ્લા સમાહર્તા દ્વારા અપાયેલી સૂચના બાદ પાલિકાની ટીમ દ્વારા વલસાડ માં કડક ચેકિંગ હાથ ધરાયું હતું.જે કામગીરી દરમ્યાન માસ્ક પહેર્યા વિનાના 36 વેપારી દંડાયા હતા.આ વેપારીઓને કુલ રૂ.7,200નો દંડ ફટકારવા માં આવ્યો હતો. વલસાડમાં કોરોના પોઝિટિવ કેસો વધવા માડતાં સંક્રમણથી બચવા માટે વેપારીઓ ને નિયમોનું પાલન કરાવવા કલેકટરના જાહેરનામા હેઠળ નગરપાલિકાના શોપ્સ ઇન્સપેક્ટર રમણભાઇ રાઠોડની આગેવાની તથા સંકલન હેઠળ ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઇ હતી.પાલિકાની ટીમે વલસાડના સ્ટેડિયમ રોડ,હાલર રોડ અને સ્ટેશન રોડ પર દૂકાનોનું ચેકિંગ હાથ ધરતાં માસ્ક પહેર્યા વિના વેપારીઓ નજરે પડ્યા હતા.આ વિસ્તારના 36 વેપારીઓને કુલ રૂ.7,200નો દંડ ફટકારવામાં આવતાં વેપારિઓ માં જાગૃતિ આવી હતી. માસ્ક હોવા છતાં તે પહેરવાની બેદરકારીને લઇ દંડનીય કાર્યવાહીનો વેપારીઓને સામનો કરવો પડ્યો હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. વલસાડ પાલિકાની ટીમે દંડનો મેમો ફાડીને રકમની સ્થળ પર વસુલાતકરી હોવાનું પાલિકાના સૂત્રો એ જણાવ્યું હતું.
