વલસાડ માં દબાણો દૂર કરાયા બાદ વલસાડ નગરપાલિકા દ્વારા અહીં ખુલ્લા થયેલ પાર્કિંગ પ્લોટ ઉપર પે એન્ડ પાર્ક બનાવાશે.
આ માટે લેવલિંગની કામગીરી ત્રણેક દિવસમાં પૂરી થયા બાદ પે એન્ડ પાર્ક ની કામગીરી શરૂ કરાશે અને રોડની બાજૂમાં કમ્પાઉન્ડ કરી વોકપાથ તૈયાર કરાશે તેમ પાલિકા ના સૂત્રો એ જણાવ્યું હતું.
વિગતો મુજબ વલસાડ નગરપાલિકા દ્વારા કલ્યાણબાગ સામે મેગા ડિમોલિશન બાદ ખુલ્લી કરાયેલી 1468 ચો.મી.જગ્યામાં આ સપ્તાહમાં જ પે એન્ડ પાર્કની સુવિધા શરૂ કરી દેવા પાલિકા એ ગતિવિધિ હાથ ધરી દીધી છે. હાલ તો અહીં લેવલિંગની કામગીરી ચાલુ છે ત્યારબાદ ટુ અને ફોર વ્હીલર વાહનો પાર્ક કરવા માટે લોકોને સુવિધા અપાશે.
વલસાડ શહેરમાં બજાર વિસ્તારોમાં વાહનો પાર્ક કરવા માટે પાલિકાએ અગાઉ શાકભાજી માર્કેટ, આવાબાઇરોડ જેવા વિસ્તારોમાં પે એન્ડ પાર્ક બનાવ્યા હતા, પરંતું વધુ વાહનો સામે આ પ્રશ્ન હલ થયો ન હતો પરિણામે હાલમાં પાલિકા કચેરી સામે પાર્કિંગ માટે જગ્યા પર પે એન્ડ પાર્ક માટે કામગીરી ચાલી રહી છે તદ્દ ઉપરાંત કલ્યાણ બાગ સામેની ટીપી સ્કીમની રિઝર્વ પાર્કિંગ પ્લોટની જગ્યા માંથી 59 દૂકાનો કેબિનોનું ડિમોલિશન કર્યા બાદ હવે આ પ્લોટની 1468 ચો.મી.જગ્યા ખુલ્લી કરી દઇ આ જગ્યાની હદ સુનિશ્ચિત કરવા ખુંટાનું કમ્પાઉન્ડ કરવામાં આવ્યું છે. ચાલૂ સપ્તાહ દરમિયાન જ પે એન્ડ પાર્કની સુવિધા ચાલૂ કરવા સીઓ જે.યુ.વસાવા અને સિટી ઇજનેર હિતેશ પટેલ દ્વારા કામગીરી લગભગ પૂરી કરી છે. લેવલિંગની કામગીરી ત્રણેક દિવસમાં પૂર્ણ થઇ જાય ત્યારબાદ પે એન્ડ પાર્ક શરૂ કરી દેવાશે. આમ હવે વલસાડ પાલિકા દ્વારા ટીપી સ્કીમનો અમલ સાથે શહેરની ગંભીર સમસ્યા ઉકેલાશે.
અહીં કમ્પાઉન્ડ વોલ બનાવી ટ્રાફિકને કોઇ અસર ન થાય તે સુનિશ્ચિત કરાશે.ઇન અને આઉટ બે દ્વાર તૈયાર કરાશે.જેથી સરળતાથી વાહનો પાર્ક કરવા અને લઇ જવાની સુવિધા
પાર્કિંગ પ્લોટને લાગૂ સ્ટેટ હાઇવેને લઇ ટ્રાફિકને કોઇ અસર ન થાય તે માટે કલ્યાણબાગના સુંદર કમ્પાઉન્ડ વોલ જેવી વોલ બનાવાશે. પે એન્ડ પાર્કની અંદર રાહદારીઓને પસાર થવા માટે વોકપાથ બનાવાશે. જ્યાંથી રોડને નડતર ન રહે તે રીતે રાહદારીઓ એસટી ડેપો વિસ્તારમાંથી આ વોકપાથ પર થઇ ધરમપુર રોડ તરફ નિકળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવનાર હોવાનું પાલિકા ના સૂત્રો જણાવી રહયા છે. આમ હવે રસ્તા ખુલા કરી અહીં વધુ વાહનો પાર્ક કરી શકાશે અને અવરજવર માટે પણ વ્યવસ્થા એક નવી સારી શરૂઆત કહી શકાય.
