વલસાડ રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નમ્બર 2 ઉપર CPDS દ્વારા ટ્રેન માં S-5 કોચ માં ચેકીંગ દરમ્યાન એક ઈસમ પાસે થી રોયલ ચેલેન્જ વિસ્કી તેમજ કિરીમ્પી રોયલ ની કુલ 4080 રૂપિયા ની કિંમત ની બોટલો નો જથ્થો મળી આવતા આરોપી 20 વર્ષીય રોહિત રહે દમનદીપ ખજરંમ ફળીયા ની ધરપકડ કરી હતી અને GRP ને સોંપી દેવાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે રેલવે માર્ગે દારૂ ની હેરાફેરી મોટા પાયે થઈ રહી છે અને રોજના સુરત ના ઉધના દારૂ ઉતરતો હોવાની વાતો વચ્ચે આ દારૂ પકડવાની વાત ને લઈ મુસાફરો હસતા નજરે પડ્યા હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે.
