વલસાડ શહેર માં દેવપ્રયાગ માં રહેતા અને અમદાવાદ થી આવેલા મહિલા નો કોરોના પોઝિટિવ આવતા સ્થાનિક આરોગ્ય વિભાગ દોડતો થઇ ગયો હતો જોકે કોરોના પોઝીટીવ દર્દી ને હાલ સારવાર અર્થે સુરત ની ખાનગી હોસ્પિટલ મા ખસેડાયા હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે ,બીજી તરફ વલસાડ સિવિલના આઇસોલેશન વોર્ડમાં 14 દિવસ સારવાર હેઠળ રહેલી 7 વર્ષની બાળકી સહીત એક પરિવારના 3 સભ્યો એ કોરોનો ને હરાવી હોસ્પિટલમાંથી સાજા થઈ રજા લીધી હતી જેઓ ને હોસ્પિટલ ના સ્ટાફે તાળીના ગળગળાટથી વધાવી લીધા હતા. આ સાથેજ વલસાડ જિલ્લામાં કુલ 13 કોરોના દર્દીઓએ કોરોનને માત આપીને ડિસ્ચાર્જ થઈને ઘરે પરત ફર્યા છે. ધરમપુરના રાજપુરી તલાટના એક જ પરિવારના 3 સભ્યોએ કોરોનાને સામે જંગ જીતી જતા હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફે અને રાજપુરી તલાતમાં ગ્રામજનોએ પરિવારને તાળીઓના ગળગળાટથી વધાવી લીધા હતા.આમ એક તરફ રિકવરી અને બીજી તરફ કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધવાનો સિલસિલો યથાવત રહ્યો છે.
