વલસાડ તાલુકાની 20 ગ્રામ પંચાયતોમાં કોમ્પ્યુટર સર્વર ખોટકાઈ પડતા અરજદારો અટવાઈ પડ્યા છે અને જો સમયસર ફોર્મ નહિ ભરાય તો સહાય મળશે કે કેમ ? તેવી શંકા અરજદારો માં ઉઠવા પામી છે.
તાઉતે વાવઝોડા હેઠળ ઓનલાઇન સહાયનાં ફોર્મ અને 7-12 ઉતારા માટે ખાતેદારો પંચાયતો માં ફોર્મ ભરવા પહોંચ્યા હતા પરંતુ સરવરમાં ટેક્નિકલ ક્ષતિ ઉભી થતા ફોર્મ મળી શક્યા ન હતા. ટાઉતે વાવાઝોડામાં ખેતીવાડીથી લઈને મકાનોને ભારે નુકસાન થયું છે. વાવાઝોડામાં થયેલ નુકસાન સામે સહાય આપવા સરકારે ખેડૂતોના આર્થિક સહાય આપવા જાહેરાત કરી હતી.જેના ફોર્મમાં જરૂરી કાગળોની પૂર્તી કરીને જે તે ગામના ગ્રામ સેવકોને આ ફોર્મ જમા કરાવવા આદેશ કરાયા હતા જેના ભાગરૂપે અરજદારો પંચાયત માં જાય છે પણ કોમ્યુટર ચાલતા ન હોય અરજદારો ચિંતા માં મુકાયા છે.
વિગતો મુજબ વલસાડનાં ડુંગરી સહીત 10 ગામો અને કાંઠા 10 ગામો સાથે 20 ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર સર્વર ખોટકાઇ જતા 7-12 નાં ઉતારાની નકલોનું કામ અટકી પડ્યું હતું.
સહાયના ફોર્મ વહેલી તકે જમા કરવાના સમયે જ સર્વરમાં ખામી સર્જાતા અનેક ખેડૂતો સહાયથી વંચિત રહી જાય તેવી કે સ્થિતિ ઉદભવી રહી હોવાનું અરજદારો જણાવી રહયા છે.
