વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન વિજય સરઘસમાં સરપંચની સાથે ગાડીમાં સવાર થવા બાબતે સીટી પોલીસ મથક ના ઈન્ચાર્જ પીઆઇ ને સસ્પેન્ડ કરી દેવાયા છે.
વલસાડ જિલ્લા માં તા.21-22 ડિસેમ્બરે વિજેતા સરપંચ ના સરઘસ માં વલસાડ સીટી પોલીસ મથકના ઇન્ચાર્જ PI વી.એચ. જાડેજા ખુલ્લી જીપમાં ડ્રાઈવર સીટ ઉપર યુનિફોર્મમાં બેસેલા હોવાનો વીડિયો અને ફોટા સાથે પ્રહરી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખે ADGને લેખિત ફરિયાદ કરતા સુરત એડિશનલ DGએ આ અંગે ની ગંભીર નોંધ લઈ ઇન્ચાર્જ PI વી.એચ.જાડેજાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરતો હુકમ કર્યો હતો. નોંધનીય છે કે કોસંબામાં સરપંચ તરીકે કિરીટ ટંડેલ અને તેઓની પેનલના સભ્યોનો વિજય થતા ગત તા. 21-22 ડિસેમ્બરના રોજ કોસંબાના મુખ્ય માર્ગો ઉપર સરપંચ કિરીટ ટંડેલ અને તેમના સમર્થકોએ વિજય સરઘસનું આયોજન કર્યું હતું. વિજય સરઘસમાં વલસાડ સીટી પોલીસ મથકના ઇન્ચાર્જ PI વી.એચ. જાડેજા જીપમાં ડ્રાઈવર સીટ ઉપર યુનિફોર્મમાં બેઠા હોવા મામલે ફરિયાદ થતા આ કાર્યવાહી હાથ ધરાતા આ મામલા એ વલસાડ પંથક માં ભારે ચર્ચા જગાવી હતી.
બુધવાર, જુલાઇ 9
Breaking
- Breaking: રાષ્ટ્રવિરોધી સામગ્રી પર સરકાર લેશે કડક પગલાં!
- Breaking: આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આપી શકે છે રાજીનામું
- Breaking: વિજય દેવેરાકોંડા વિવાદમાં ફસાયા: SC/ST એક્ટ હેઠળ FIR, માફી પછી પોસ્ટ ડિલીટ
- Breaking: ઓપરેશન સિંદૂરમાં ભારતનો પ્રહાર: પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડવામાં આવ્યા
- Breaking: બેંગલુરુ ભાગદોડ કેસ: RCBના માર્કેટિંગ હેડની ધરપકડ, 8 અધિકારીઓ સસ્પેન્ડ
- Breaking: RCB ઉજવણી દુઃખમાં ફેરવાઈ, રાજકારણ ગરમાયું: ભાજપે કોંગ્રેસ સરકાર પર આરોપ મૂક્યો
- Breaking: જૈશના મસ્ટરમાઈન્ડને મોટો ઝટકો: ટોચના આતંકી એઝાઝ ઇસારનું મૃત્યુ
- Breaking: ઇમરાન હાશ્મીને ડેન્ગ્યુ થયો, OG ફિલ્મનું શૂટિંગ હવે વિરામ પર