વલસાડ ખાતે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન ની ઉજવણી કરવામાં આવી હતી અહીં મૈત્રી હોલ ખાતે યોજાયેલા મહિલા સંમેલન માં મુખ્ય અતિથિ તરીકે આઈ.એ.એસ. ડૉ. હસરત જાસ્મીન ત્યાગી ઊપસ્થિત રહ્યા હતા.
જેઓ એ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું અને રેલવે મહિલા કર્મચારીઓ ને પોતાના હક્ક અને અધિકાર તેમજ કાયદા ની જાણકારી આપી હતી. તેઓ એ જણાવ્યું કે મહિલાઓ એ શિક્ષિત અને સંગઠિત થઈ પોતાના અધિકાર માટે જાગૃત થવુ જોઈએ. સાથેજ ગત વર્ષમાં રેલવે ની ઉત્કૃષ્ટ સેવા કરવા બદલ મહિલા કર્મચારીઓ નો ઉત્સાહ વધારવા સિનિયર ડી.ઓ.એમ. નું સન્માન પત્ર આપી તેમને બિરદાવ્યા હતાં.
આ સંમેલન માં ડૉ. પી. કાકડે, શારદાદેવી ત્યાગી, હેમલતા વિનચુરકર અને ઊર્મિલા સાવલકર ઊપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન સ્મિતા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ ને સફળ બનાવા માટે મહિલા વિંગ ના સ્મિતા પટેલ,સરિતા શર્મા, પ્રિતી પટેલ,હેલડા પરમપીલ, સાહિસ્તા બેલીમે ભારે જહેમત ઉઠાવી હતી
