વલસાડ જિલ્લા હાલ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે અને કુલ 17 જેટલા દર્દીઓ નોંધાઇ ચુક્યા છે અને તે પૈકી 7 જેટલા સજા પણ થઈ ગયા છે અને 10 જેટલા સારવાર હેઠળ હોવાના અહેવાલો વચ્ચે વલસાડ માં આવેલી લોટ્સ હોસ્પિટલ માં કોરોના દર્દી હોવા અંગે અને તબીબો અને સ્ટાફ પણ કોરોનાગ્રસ્ત હોવાથી હોસ્પિટલ ને સીલ કરી દેવામાં આવી હોવાના સોશ્યલ મીડિયા માં ફરતા થયેલા વાયરલ મેસેજ અને અહેવાલો ને પગલે આખરે આ અહેવાલો નું હોસ્પિટલ ના મેનેજમેન્ટ દ્વારા ખંડન કરવામાં આવ્યું છે અને ખાસ લેખિત નિવેદન બહાર પાડી એડમિનીસ્ટ્રેટર ચિરાગ પરમાર દ્વારા જણાવાયું છે કે લોટ્સ હોસ્પિટલમાં તા.18/5/2020 ને સોમવારે વાપી ના બે દર્દી અહીં આવેલ હતા અને તેઓને શરદી , ખાંસી ના લક્ષણો હતા જેઓ ઓપીડી માં આવતા અને કોરોના શંકાસ્પદ લાગતા સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ બન્ને દર્દીઓને વલસાડ સિવિલ ખાતે ખસેડાયા હતા જ્યાં તા.19/5/2020 ના રોજ મંગળવારે કરાયેલા રીપોર્ટ માં બન્ને દર્દીઓ કોરોના પોઝીટીવ આવ્યા હતા. આમ આ દર્દી આ હોસ્પિટલમાં આવ્યા હતા પરંતુ તેઓ અહીં એડમિટ થયા નથી અને એકપણ કોરોના પોઝીટીવ દર્દી લોટ્સ હોસ્પિટલમાં નથી અને અહીં કોઈ સ્ટાફ કે તબીબ કોરોનાગ્રસ્ત નથી અને હોસ્પિટલ ને સીલ પણ કરવામાં આવી નથી તેથી તમામ જનતા એ અફવાઓ થી દુર રહેવા જણાવાયું છે.
