મહિલા દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે મહિલા જાગૃતિ માટે અનેકવિધ કાર્યક્રમો નું આયોજન કરવામા આવી રહ્યા છે તેવે સમયે વલસાડ ગીતા સદન ખાતે મહિલા સ્વાસ્થ્ય અંગે એક સેમિનાર યોજાયો હતો જેમાં વલસાડ શહેર ના પ્રખ્યાત સ્ત્રીરોગચિકિત્સક શ્રીમતી ડોક્ટર યોગિની રોલેકર દ્વારા સ્રીરોગ જેવાકે માસિક સમસ્યાઓ, ગર્ભાશયની ગાંઠ જેવી મહિલાઓની સંપૂર્ણ આરોગ્ય માહિતી, સફેદ પાણી, ગર્ભાશયના કેન્સર, સ્તન કેન્સરના એકાધિકાર જેવી સમસ્યા જેવા મહત્વપૂર્ણ વિષયો પર સમજણ આપવામાં આવી અને ત્યાં હાજર દરેક મહિલા ને મુઝવતા પ્રશ્નો નો જવાબ આપી સ્ત્રી ને આ રોગ વિશે શું સાવચેતી રાખવી અને ઉપાયો વિશે માહિતી આપી આ કાર્યક્રમાં પતંજલિ યોગ સમિતિ ના મહીલા પ્રભારી પ્રીતિ પાંડે હાજર રહયા હતા.
આ કાર્યક્રમ દરમ્યાન મહિલાઓમાં જોવા મળતા વિવિધ સ્ત્રીરોગો અને તેના ઉપચારો વિશેની સમજણ અને જાગૃતતા કેળવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ગર્ભાશય ના કેન્સર તેમજ પીસીઓડી કે જે આજની યુવા પેઢી કન્યાઓમાં મોટા પ્રમાણમાં જોવા મળતો આ રોગ છે. અને બીજી મેનોપોઝ કે જે ઉંમરનો એક એવો પડાવ કે જેમા થતાં શારીરિક અને માનસિક ફેરફારો તેમજ મેનોપોઝ દરમિયાન થતી વિવિધ તકલીફોની પૂરતી સમજણ અને તેના નિરાકરણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
