વલસાડ માં સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણીઓ માં આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે,રાજ્યમાં આ વખતે સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો ને ઉભા રાખી ચૂંટણી જંગ માં જંપલાવશે અને તે માટે ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ આમ આદમી પાર્ટી ના ઉમેદવાર જાહેર કરાયા છે.
જેમાં ધરમપુર તાલુકા માં ઢોલ ડુંગરી ના દિવ્યેશ ઝવેરભાઈ પટેલ,જિલ્લા પંચાયત માં વાંકલ ના ધીરુભાઇ ગુલાબ ભાઈ પટેલ,ધરમપુર તાલુકા ના બામટી ના છાયાબેન સુરેશભાઇ પટેલ,જિલ્લા પંચાયત કરચોણ જ્યેન્દ્ર લક્ષ્મણ ભાઈ ગાવીત,જિલ્લા પંચાયત નાનાપોન્ડા માટે રાજેશ લક્ષ્મણ ભાઈ રાઉત જિલ્લા પંચાયત લવાછા ના પ્રેમીલા બેન દિલીપ ભાઈ પટેલ અને તાલુકા પંચાયત ના કોસંબા માટે હાર્દિક મિસ્ત્રી ના નામો ડિકલેર કરાતા રાજકારણ માં ગરમાટો આવ્યો છે.
