લોકડાઉન બાદ વલસાડ જિલ્લા માં વકરેલા કોરોના ના કેસ ને લઈ તંત્ર દોડતું થઈ ગયું છે અને ત્યારબાદ વલસાડ શહેર માં પણ કોરોના એ દેખા દેતા આરોગ્ય વિભાગ દ્વારા તકેદારી ના પગલાં ભરવામાં આવ્યા હતા અને ટેસ્ટિંગ થી લઈ નિયમો અંગે જાગૃતિ નો પ્રસાર કરતા તેના પરિણામ સ્વરૂપ સારવાર લઈ રહેલા દર્દીઓ સાજા થયા હતા અને કોરોના માં ઘણી રીકવરી જણાઈ રહી છે.
વલસાડ શહેર માં છેલ્લા 24 કલાક માં એકપણ કોરોના પોઝીટીવ દર્દી નોંધાયો નથી તેમ આરોગ્ય વિભાગ ના સૂત્રો એ જણાવ્યું હતું.
