વલસાડ રેલવે પોલીસની સતર્કતાથી એક સગીર વયની કિશોરીનું જીવન નર્ક બનતા રહી ગયું હતું આ દીકરીને ધો.10માં ઓછા ટકા આવતા તે ઘર છોડીને નીકળી ગઈ હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
વિગતો મુજબ વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશન ના પો.સ.ઈ. આર. જે. ગોહિલ તથા પોલીસ સ્ટાફ ના એ.એસ.આઈ બચુભાઈ લક્ષ્મણભાઈ હેડ.કોન્સ રવિન્દ્રભાઈ વુ.પો.હેડ કોન્સ રીટાબેન પો.કોન્સ પ્રવિણજી વુ.પો.કોન્સ સોનલબેન નાઓ નાઈટ ડ્યુટી ની ફરજમા હતા તે દરમ્યાન રાત્રીના ૨/૩૦ થી ૩/૦૦ વાગ્યાની આસપાસ વલસાડ રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નં ૨/૩ ઉપર એક સગીરવયની છોકરી મુંઝાયેલ હાલતમા આટા ફેરા મારતી હોય અને તેની સાથે અન્ય કોઈ વાલી વારસ નજરે નહિ પડતા આ સગીરવયની દિકરી ને મહિલા કોન્સ.સોનલબેન તથા પો.કોન્સ જયેશભાઈ એ પુછપરછ કરતા તેણી ગભરાયેલ હોય કોઈ બોલતીના હોય જેથી તેને વિશ્વાસમા લઈ સહાનુભુતી દ્રારા શી ટીમ ના ઈન્ચાર્જ વુમન હેડ કોન્સ સાવીબેન તથા વુમન હેડ કોન્સ રીટાબેન દ્રારા તેને સમજાવી પુછપરછ કરતા આખરે તેણે પોતાનું નામ (નામ બદલ્યુ છે) નસરીન બાનો જાતે.સંધી(મુસ્લીમ) ઉવ. ૧૫ વર્ષ બે મહિના૧૧ દિવસ ધંધો-અભ્યાસ રહેવાસી માંડલ ઉર્દુ શાળા પાછ્ળ તા.માડલ જીલ્લો અમદાવાદ જણાવ્યુ હતું તેના ધોરણ ૧૦માઓછા ટકા આવતા તેણીને તેની માતાએ ઠ્પકો આપતા માઠુ લાગી આવતા ઘરે થી કોઈ ને કહ્યા વગર નીકળી ગઈ હોવાનુ જણાવતા પોલીસ ચોંકી ઉઠી હતી ત્યારબાદ પોલીસે આ કિશોરીના માતાનો મોબાઈલ નંબર મેળવી તેમનો સંપર્ક કરતા તેની માતા એ જાણાવેલ કે મારી દિકરી ત્રણ દિવસ થી ઘરે થી નીકળી ગઈ છે અને આ બાબતે માડલ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ કરી હોવાનુ જણાવતા માંડલ પોલીસને જાણ કરતા આજ રોજ માંડલ પોલીસ બાળકીના માતા- પિતા સાથે વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશન આવતા સગીરવયની બાળકીને હેમખેમ પરત સોંપેલ હતી તેમજ હવે પછી ભવિષ્યમા આવુ પગલુ નહિ ભરવા તેણીને સમજાવી હતી.
આમ,વલસાડ પોલીસની સતર્કતાને પગલે એક દીકરી કોઈ નઠારા તત્વોના હાથમાં આવતા બચી ગઈ હતી અને પરિવારને પોતાની દીકરી પરત મળી હતી દીકરીના પરિવારે પોલીસનો આભાર માન્યો હતો.