ગુજરાતમાં બરાબર ના વરસાદ ના માહોલ બાદ હાલ વરસાદે વિરામ લીધો છે ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે વરસાદ ની આગાહી કરી દીધી છે જે આગાહી મુજબ આજે તા. 10 અને 11 સપ્ટેમ્બરના રોજ વીજળીના કડાકા ભડાકા સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદ પડી શકે છે.
જોકે વરસાદ ની આગાહી ગુજરાતના આ વિસ્તારમાં માં દાહોદ, ભરૂચ, છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદમાં કરવામાં આવી છે. જ્યારે 12મી સપ્ટેમ્બરના રોજ ગાજવીજ સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વરસાદી માહોલ પાંચ દિવસ માટે રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે ગતરોજ બુધવારે પણ રાજ્ય માં અમદાવાદ જિલ્લા, ડાંગ, સાપુતાર, આહવા, કડી જેવા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો ત્યારે ફરી આગાહી થતા વરસાદ પડી શકે છે.
