કોરોના ના માહોલ અને કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાત મા વાદળછાયુ વાતાવરણ સાથે વરસાદી માહોલ ક્રિએટ થઈ રહ્યો છે અને તા.૨૯મી મેથી લઈને ૧લી જૂન સુધીના ચાર દિવસમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.આજે સવાર થી જ રાજ્ય ના ઘણા વિસ્તારો માં વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ તા.૨૯મી મેના રોજ વલસાડ, નવસારી,દમણ, દાદરા નગર હવેલી, તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં છુટા છવાયા ઝાપટાં પડવાની શકયતા છે, તા.૩૦મીમેથી ૧લી જૂન સુધીના ત્રણ દિવસમાં બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ તેમજ કચ્છમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
