વલસાડ સાયન્સ કોલેજના પૂર્વ ઇન્ચાર્જ લેબ આસિસ્ટન્ટ પ્રશાંત પટેલ વિદ્યાર્થીને 5માં સેમિસ્ટરમાં પાસ કરાવી દેવાની વાત કરી રૂ.13 હજાર લાંચ લેતા એસીબી ના છટકા માં ફિટ થઈ ગયા હતા.
બીકોમ ના ત્રીજા વર્ષ ના સ્ટુડન્ટ પાસે થી રૂ. 17 હજારની લાંચ માંગતા વિદ્યાર્થીએ વલસાડ ACBમાં કરેલી ફરિયાદના આધારે વલસાડ ACBની ટીમે છટકું ગોઠવી લાંચિયા કેમેસ્ટ્રીના પૂર્વ ઇન્ચાર્જ લેબ આસિસ્ટન્ટને રૂ 13 હજારની લાંચ સ્વીકારતા સર્કિટ હાઉસ પાસેથી રંગેહાથ ઝડપી લીધા હતા.
વલસાડ ની શાહ એન.એચ. કોમર્સ કોલેજના વિદ્યાર્થી TY,Bcomમાં એકસ સ્ટુડન્ટ તરીકે અભ્યાસ કરતો હતો. જેમાં વિદ્યાર્થી પાંચમાં સેમેસ્ટરમાંના એક વિષયની પરીક્ષાના પરીણામમાં એ.ટી.કે.ટી. આવેલ હોઈ BKM સાયન્સ કોલેજના પૂર્વ એડહોક કેમિસ્ટ્રીની લેબના આસિસ્ટન્ટ પ્રશાંત પટેલનો સંપર્ક કરતા તેઓએ એટીકેટીમાં પાસ કરવી આપશે તેમ જણાવ્યું હતું આરોપીએ પાંચમાં સેમેસ્ટરમાં લો વિષયમાં પાસ કરાવવા રૂપિયા 17,000/-ની લાંચની માંગણી કરેલ અને રૂપિયા 2,000/- ફરીયાદી પાસેથી લીઘેલા હતા. ત્યાર બાદ વિદ્યાથીએ આરોપીનો વારંવાર સંપર્ક કરતા આરોપીએ ફોન પણ ઉપાડેલ નહી અને રૂબરૂ પણ મળેલ નહી. જેથી વિદ્યાર્થીએ તેઓની મહેનતથી પરીક્ષાની તૈયારી કરી પાંચમાં સેમેસ્ટરની પરીક્ષા આપેલ અને તેમા પાસ થઇ ગયેલ હતા.
વિદ્યાર્થી પોતાની મહેનતથી પાસ થઈ ગયો હોવા છતા આરોપીએ ફરીયાદીનો સંપર્ક કરી પરીક્ષામાં પાસ કરાવવાના પ્રથમ રૂપિયા 17,000/- ની માંગણી કરેલ અને ત્યારબાદ છેલ્લે રૂપિયા 13,000/-ની માંગણી કરેલ હતી.જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય તેઓએ વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે.નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી જેના આધારે લાંચના છટકુ ગોઠવતા રૂ. 13,000/- ની લાંચ ની રકમ સ્વીકાર કરતા સ્થળ ઉપર પકડાઇ ગયા હતા.