વલસાડ જિલ્લા માં કોરોના બેકાબુ બની ગયો છે અને રોજ દર્દીઓ નોંધાઈ રહ્યા છે ત્યારે વલસાડ પોલીસ મથક માં એક આરોપી ને કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા ભારે ચિંતા નો માહોલ ઉભો થયો છે અને આરોપી ના સંપર્ક માં આવનાર ના ટેસ્ટ કરાવવા પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે
વિગતો મુજબ વલસાડ સિટી પોલીસ દ્વારા અગાઉ દારૂ ના કેસ માં વોન્ટેડ આરોપી હાજર થઈ ગયો હતો પરંતુ તેનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેને એડમિટ કરી દેવાયો હતો. અહમદ નામનો સુરત નો આરોપી
દમણ ના વાઇન સોપ સંચાલક ની સાથે સંકળાયેલ મનાઈ રહયો છે, જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા વલસાડ સિટી પોલીસ મથકે માં દોડધામ મચી ગઇ હતી અને કોરોના ની મહામારી ને લઈ રાતો રાત સમગ્ર પોલીસ સ્ટેશન ને સેનેટાઈઝર કરવામાં આવ્યું હતું
તપાસ અધિકારી તેમજ પોલીસ સ્ટાફ પણ મુંજવણ માં મુકાયા હતા આમ વલસાડ માં કોરોના ની સ્થિતિ વિકટ બની રહી છે.
