વલસાડ જિલ્લામાં કોરોના નો આતંક જારી છે ત્યારે અહીં સિવીલ માં દાખલ મજબૂત મનોબળ ધરાવતા 90 વર્ષ ના દાદા એ કોરોના ને મ્હાત આપી હતી,વલસાડ તાલુકાનાં માલવણ આગર ફળિયાના ગાંડાભાઈ બુધાભાઈ પટેલ ૯૦ વર્ષના વયોવૃદ્ધ કોરોના પોઝિટિવ આવ્યા હતા.૯ દિવસ સુધી એમને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન ઉપર સારવાર આપવામાં આવી હતી.છેવટે આ વૃદ્ધે ૧૪ દિવસે કોરોના ઉપર વિજય મેળવીને ઘરે પરત ફર્યા હતા.એમના સંબંધી રસિકભાઈએ ડોકટર્સ અને એમના સ્ટાફનો આભાર માનતા જણાવ્યું હતું કે આ ઘટના અમારા પરિવાર માટે અદભૂત ચમત્કાર સમાન હતી.
દરમ્યાન વલસાડ જિલ્લામાં હાલ સરેરાશ 40 જેટલા કેસો આવી રહ્યા છે. જેની સામે સમગ્ર સંઘપ્રદેશમાં સરેરાશ વલસાડ જિલ્લા કરતા ત્રણ ઘણા કેસો આવી રહ્યા છે. છેલ્લા 5 દિવસમાં દમણ અને દાનહમાં 510 જેટલા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે.
