વલસાડ માં દારૂ ના ખુલ્લેઆમ ચાલતા અડ્ડાઓ અંગે અવારનવાર અહેવાલો બહાર આવતા રહે છે અને આ બધા વચ્ચે એલસીબી ની ટીમે વલસાડ સિવિલ હોસ્પિટલ ની કેન્ટીન માં દમણ ની જેમજ ચાલતા ‘દારૂ ના બાર’ ની પોલ ખોલી નાખતા ભારે ચકચાર મચી ગઇ છે આમ વલસાડ દમણ પછી નું દારૂનું હબ હોવાનું બહાર આવી રહ્યું છે. સિવિલ હોસ્પિટલની કેન્ટિંગમાં ગ્રાહકોને ખુલ્લેઆમ દારૂ પીરસવામાં આવી રહ્યો હોવાની હકીકત બહાર આવતા ભારે હંગામો મચી ગયો છે. વલસાડ LCBની ટીમે ગતરોજ શનિવારે સિવિલ હોસ્પિટલની કેન્ટિંગ માં બાતમી ના આધારે રેડ કરી હતી અને તપાસ કરતા કેન્ટીન ના રસોડાના સામાન ભેગો રાખવામાં આવેલો 80 બોટલ મોંઘીદાટ દારૂની બોટલનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સિવિલ હોસ્પિટલની કેન્ટિંગમાં જ મોંઘા દારૂ ની સગવડ અને તે પણ ખાવા પીવા સાથે ની દમણ જેવી સગવડ પાછળ કોની સંડોવણી સામેલ છે. તે અંગે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા હતા. કહેવાય છે કે વલસાડ સિવિલ હોસ્પિટલ માં આવેલી આ કેન્ટીન કમ બાર માં કેટલાક મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓથી લઈને સિવિલ હોસ્પિટલની બહાર ના લોકો પણ અહીં પેગ મારવા આવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
LCBની ટીમે કેન્ટિંગના સંચાલક આશિષ ઠાકરે અને ઉષાબેન ઠાકરેની કુલ 69 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરતાં શહેર ના અન્ય દારૂ વિક્રેતાઓ માં LCB ની રેડ નો ફફડાટ જોવા મળી રહ્યો છે.
આમ વલસાડ માં દારૂના વેચાણ સહિત જુગાર,સટ્ટા નું ન્યુસન્સ વઘ્યું હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે.
