વલસાડ નજીક ખાનગી બસ ને અકસ્માત વહેલી સવારે અકસ્માત નડતા અફરાતફરી મચી હતી આ ઘટના માં 20 ને ઇજા થઇ છે જેમાં બે ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. વલસાડ નજીક હાઇવે અમદાવાદથી બેંગ્લોર જતી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. જે પૈકી ટ્રક અને બસ અને ટ્રક ના ડ્રાઈવરની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્તોને વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વિગતો મુજબ વહેલી સવારે અમદાવાદથી બીઆર સર્વિસ નામની ખાનગી ટ્રાવેલ્સની બસ બેંગ્લોર તરફ જઈ રહી હતી. દરમિયાન વલસાડ ગુંદલાવ ચોકડીથી પસાર થતા સમયે મુંબઈ તરફથી આવેલી રહેલા આઈસર ટ્રકના ડ્રાઈવરને અચાનક ઝોકું આવી જતા ટ્રક ડિવાઈડર ઉપરથી રોંગ સાઈડમાં ઘૂસી જતા સામેથી આવતી ખાનગી બસ સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી છે. ધડાકાભેર સર્જાયેલા આ અકસ્માતમાં બસ અને ટ્રકમાં સવાર 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં બસ અને ટ્રકના ડ્રાઈવરની હાલત ગંભીર છે.
અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો મોટી સંખ્યા માં દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ 108 ને જાણ કરતા પોલીસ અને 108 ની ટીમ દોડી આવી હતી અને ટ્રક અને બસમાં ફસાયેલા બંને ગંભીર ઇજાગ્રસ્ત ડ્રાઈવરને બહાર કાઢી 108ની મદદથી તમામ ઈજાગ્રસ્તોને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને કેટલાક ને રિક્ષામાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ ને પગલે ભારે દોડધામ મચી ગઇ હતી.
