વલસાડ નજીક આવેલા ડુંગરી ગામ નજીક હાઇવે પર માર્ગ અકસ્માતમાં દીપડાનું મોત થવાની ઘટના બાદ વન્ય પ્રાણીઓ યોગ્ય સંકલન ના અભાવે હવે જાહેર માં જોવા મળી રહ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.બે દિવસ પહેલા બનેલા આ બનાવને પગલે તાત્કાલિક વન વિભાગની ટીમ દોડી આવી હતી અને મૃત દીપડાને ચણવઇ ખાતે વન વિભાગ ખાતે લઈ જવાયો હતો. ડુંગરી ગામ નજીક હાઇવે પર
રસ્તો ક્રોસ કરતા સમયે કોઈક અજાણ્યા વાહન સાથે ટક્કર લાગતા દીપડાને મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. દીપડાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ વનવિભાગને થતા વનવિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે આવી ગયા હતા અને મૃત દીપડાનું મોતનું કારણ જાણવા માટે તેને પી.એમ કરવા માટે ચણવઇ વનવિભાગની કચેરીએ લાઈજવામાં આવ્યો હતો જોકે,દીપડાઓ હવે જાહેર માં જોવા મળી રહ્યા છે ત્યારે દીપડા અને માણસ બંને ઉપર જોખમ ઉભું થયું છે.
