વલસાડ LCB એ મોટું ઓપરેશન હાથ ધર્યું છે અને મોટી માત્રા માં ગાજા નો જથ્થો ઝડપી લીધો છે.વલસાડ એલસીબીએ એક ટ્રાવેલ્સની બસ માંથી રૂ.28 લાખ થી વધુ ની કિંમત નો ગાંજો ઝડપી પાડયો હોવાના અહેવાલ છે.
વિગતો મુજબ વલસાડ એલસીબી પોલીસ વલસાડ રૂલર હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક ખાનગી ટ્રાવેલ્સ ની બસમાંથી ગાંજો ઝડપી પાડી એક ઈસમ ની ધરપકડ કરી લીધી છે
બસ માં 286 કિલો ગાંજા નો જથ્થો લઈ જવાઇ રહ્યો હોવાની વાત નો ખુલાસો થયો છે.
મુંબઈ થી અમદાવાદ જઈ રહેલા ટેમ્પો માં ગાંજો હોવાની બાતમી એલ.સી.બી ને મળી હતી પણ તપાસ માં ખાનગી બસ માંથી આટલો મોટો ગાંજો મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી.
વલસાડ માં ગાંજા ને લઈને જિલ્લા પોલીસ નો મોટું ઓપરેશન હાથ ધરતાં સંબંધીતો માં ભારે દોડધામ મચી ગઇ છે.
Thursday, May 2