કોરોના મહામારી માં વલસાડ જિલ્લા માં RTO કચેરીના રિન્યુઅલના કામો નો ભરાવો થતા ફેબ્રુઆરી 2020 બાદ પુરા થતા તમામ ડોક્યુમેન્ટની મુદ્દત હવે લંબાવવા માં આવી છે અગાઉ જે છેલ્લી મુદ્દત 31 જુલાઈ સુધી હતી તેને લંબાવીને હવે તા. 31 ડિસેમ્બર સુધી કરી દેવામાં આવી છે.અત્રે નોંધનીય છે કે લોકડાઉનને કારણે તમામ RTO કચેરીને બંધ હતી અને તે બીજા અનલોક દરમ્યાન RTO કચેરી શરૂ કરવામાં આવી હતી. RTO કચેરીમાં અરાજદારોની ભીડનું ભારણ ઘટાડવા અને અરજદારોને કોરોના સંક્રમિત ન બને તે માટે ઓનલાઇન એપોઈમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. જેથી ફેબ્રુઆરી 2020 પછી RTOના મોટર વાહનને લગતા તમામ દસ્તાવેજોની પુરી થતી મુદ્દતની અવધીને લંબાવવામાં આવી છે. વાહનોના લાયસન્સ, ફિટનેસ સર્ટી, નંબર પ્લેટ, પાક લાયસન્સના સહિત RTOના તમામ ડોક્યુમેન્ટની 31 ડિસેમ્બર સુધી મુદ્દતે લંબાવવામાં આવી છે. RTO કચેરી ખાતે શનિ-રવિવારની રજાઓમાં RTO કચેરી ખાતે પાક લાયસન્સના કામો જેવાકે ડ્રાયવિંગ ટેસ્ટ વગેરે કામો માટે કચેરી ઓનલાઇન એપોઈમેન્ટ મેળવી આવનાર અરજ દારોના કામો કરી આપવામાં આવશે. એમ આરટીઓ કચેરી ના સૂત્રો એ જણાવ્યુ હતુ.
