—બાંધકામની ૫૨વાનગી રદ કરવા તથા ૧૨ મીટર વાઈડ કીસ ઓવર રોડ ઉપર બનાવી દીધેલી દિવાલનું બાંધકામ દુર કરવા રજુઆત
—કુબેર એન્ટરપ્રાઈઝના માલિકો નગર નિયોજકના મંજુર કરેલ પ્લાન વિરુદ્ધ ગેરકાયદેસર બાંધકામ શરૂ કરી તંત્રને પડકાર ફેંકી રહયા છે.
ચણોદમાં કુબેર એન્ટર પ્રાઇઝ નામની પેઢી દ્વારા રોહાઉસ બનાવવામાં આવી રહ્યું છે અને વલસાડ ટાઉન પ્લાનિંગ ઓફિસમાંથી નકશો અને પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે પણ પરવાનગી વિરુદ્ધ બાંધકામ અંગે ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે સર્વે નં.૪૪૧નો એન.એ. ઓર્ડર તથા બાંધકામ ૫૨વાનગી રદ કરવા તથા ૧૨ મીટર વાઈડ કીસ ઓવર રોડ ઉપર બનાવી દીધેલી દિવાલનું બાંધકામ દુર કરવા વલસાડ જિલ્લા પંચાયત સભ્ય રેશ્માબેન હળપતિ દ્વારા રજૂઆત થઈ છે.
વલસાડ જિલ્લા પંચાયતના સભ્ય રેશ્માબેન હળપતિએ વાપીના ચણોદમાં ચાલી રહેલ ગેરકાયદે બાંધકામની પરવાનગી રદ કરવા જિલ્લા કલેક્ટરને કરેલી લેખિત રજુઆતમાં જણાવાયુ છે કે મોજે ગામ ચણોદ ગામે આવેલ સર્વે નં. ૪૪૧ ના માલીક કુબેર એન્ટરપ્રાઈઝ નામની ભાગીદારી પેઢીનાઓએ આપની કચેરીએ સદરહુ જમીન સર્વે નં . ૪૪૧ વાળી જમીન એન.એ. માટે મુકેલ હતી જે સામે આપની કચેરી ધ્વારા સદરહુ ચણોદ ગામે આવેલ સર્વે નં . ૪૪૧ વાળી જમીન હુકમ નં . ૯૦૪/૨૫/૦૬/૦૭/૨૦૧૯ તારીખ ૦૬/૧૨/૨૦૧૯ થી એન.એ કરવામાં આવેલ હતી અને જેના આધારે નગર નિયોજક અને મૂલ્યાંકન ખાતુ નગર નિયોજકની કચેરી,વલસાડ ખાતેથી બાંધકામની પરવાનગી હુકમ નં . બીપીચોદ / વાપી / ૨૦૮૫ થી ૨૦૮૮ તારીખ ૩૦/૧૦/૨૦૨૧ ના રોજ આપવામાં આવેલ હતી,પરંતુ કુબેર એન્ટરપ્રાઈઝ નામની ભાગીદારી પેઢીનાઓ નગર નિયોજકના મંજુર કરેલ પ્લાન વિરુદ્ધ હાલ સ્થળ ઉપર વિપરીત યાને ગેરકાયદેસર બાંધકામ કરી રહેલા હોય તથા નગર નિયોજક ધ્વારા નકશામાં દર્શાવ્યા પ્રમાણે ૧૨ મીટર વાઈડ ક્રોસ ઓવ ૨ ૨ોડ ઉ ૫૨ દિવાલ ઉભી કરેલ છે .
જેથી લાગુ સર્વે નંબર ના રહીશો તથા ખેડૂતોનો રસ્તો બંધ કરેલ છે જેથી જિલ્લા કલેકટર તથા નગર નિયોજના શરતોનોભંગ કરેલ હોય સર્વે નં.૪૪૧ વાળી જમીનનો એન.એ ઓર્ડર તથા બાંધકામ પરવાનગી રદ કરી ગેરકાયદેસર ૧૨ મીટર વાઈડ ક્રોસ ઓવર રોડ ઉપર દિવાલ બાંધકામ તાત્કાલીક દુર કરવા માંગ થઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અહીંના સાગ ફળિયામાં રહેતા અમિત પટેલ નામના વ્યક્તિએ જિલ્લા વિકાસ અધિકારી,તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર ગ્રામ્યને આ ગેરકાયદે બાંધકામ અટકાવવા ફરિયાદ કરી હતી જોકે તેમછતાં બાંધકામ ચાલુ રહેતા જિલ્લા પંચાયતના મહિલા સભ્ય દ્વારા નિયમ વિરુદ્ધ ચાલી રહેલા બાંધકામ અટકાવવા સહિત પરવાનગી રદ કરવા માંગ થઈ છે.