વાપીના મોરાઈ ઈન્ડસ્ટ્રીલ વિસ્તારમાં આવેલી બેસ્ટક્વીસ્ટ ઇન્ડસ્ટ્રીઝ નામની પેપર મીલમાં રાત્રે કંપનીમાં એકા એક ભયાનક આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી.
આગ ની ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતા 10 જેટલા ફાયર ફાઈટરોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગને કાબૂ લેવા પ્રયાસો હાથ ધર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગત રાત્રે વાપીના મોરાઈ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં લાગેલી આગ ક્યાં કારણોસર લાગી છે તે જાણી શકાયુ નથી.
