વલસાડ જિલ્લામાંવાપીની જન સેવા હોસ્પિટલ માં ગતરોજ ઉમરગામ ના દહેલી ના અશોક સાગર નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા વલસાડ ના આરોગ્ય વિભાગ માં ભારે ચિંતા પ્રસરી છે. અશોક સાગર ના કોરોના પોઝીટીવ રિપોર્ટ સાથે વલસાડ જિલ્લામાં કોરોના પોઝીટીવ નો પ્રથમ કેસ નોંધાયો છે. સાથેજ કોરોના હવે રાજ્ય ના 27 જિલ્લામાં પ્રસરી ગયો છે.
જોકે ,વાપી જનસેવા હોસ્પિટલમાં કુલ 51 દર્દીઓ કોરોન્ટીનમાં રખાયા છે જે પૈકી 48 ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને 3 ના રિપોર્ટ હજુ આવવાના બાકી છે. અહીં દાખલ થયેલા શંકાસ્પદ દર્દી પૈકી ચલા ના
ધર્મેન્દ્ર પટેલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો જેઓની સોમવારે સવારે તબિયત વધુ લથડતાં તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા, પરંતુ સોમવારે મળસ્કે તેમનું મોત થયુ હતું. રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ પણ કરવાના હતા ત્યાંજ તેઓનું કરુણ મોત થયું હતું. આમ વલસાડ જિલ્લા માં ઉમરગામ ના દહેલી ના યુવક નો કોરોના ના પોઝીટીવ એક દર્દી નોંધાયા બાદ હાલ તે સારવાર હેઠળ છે પરંતુ આ યુવક ના સંપર્ક માં આવનાર ને કવોરોન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરી છે.
