વલસાડના ડુંગરી ગામની 24 વર્ષની યુવતી ગુમ થઈ જતા ભારે ચકચાર મચી છે.
વલસાડ તાલુકાના ડુંગરી ગામના ઉતારા ફળિયામાં રહેતી ૨૪ વર્ષીય જિનિષા દિલીપભાઈ પટેલ તા. ૨૧ જૂન ૨૦૨૩ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે વાપી ખાતે અર્થવ પબ્લિક સ્કૂલમાં નોકરી માટે ઈન્ટરવ્યુ આપવા માટે જાઉં છુ એમ કહીને ઘરેથી નીકળી હતી.
જે આજદિન સુધી પરત આવી નથી. ગુમ થનાર જિનિષા મધ્યમ બાંધો, ઘઉંવર્ણ અને ૫ ફૂટ ૫ ઈંચ ઉંચાઈ ધરાવે છે. જેણે ગુલાબી કલરની કુર્તિ પહેરી હતી. જે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા જાણે છે. જો કોઈને તેણીની ભાળ મળે તો ડુંગરી પોલીસ મથકે જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.