એક તરફ મહિલા શશક્તિકરણની વાતો થાય છે પણ જ્યારે મહિલા પગભર થવા જ્યારે જાહેરમાં જાય છે ત્યારે તેને ખૂબજ પરેશાનીનો સામનો કરવો પડે છે અને ડગલે ને પગલે પુરુષ અત્યાચારનો ભોગ બનવું પડે છે આવાજ એક કિસ્સામાં વાપીમાં યોગીતાબહેન પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા રિક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે ત્યારે યોગીતાબહેન પોતાની ઓટોરિક્ષા લઈને વાપી રેલવે સ્ટેશન પર પેસેન્જર લેવા માટે ગયાં હતા તે સમયે સૈયદ આરીફ આબુસાદ નામના રિક્ષાચાલકે યોગીતા બહેનની આગળ રિક્ષા મૂકીને યોગીતાબહેન સાથે દાદાગીરી શરૂ કરી હતી.
આરીફે અપશબ્દોનો મારો ચલાવી યોગીતાબહેન સામે અશ્લીલ હરકતો કરી હતી અને કહ્યું હતું કે પેન્ટ ઉતારું?પોલીસ ટોપી છે? જોકે,આરીફની લુખ્ખાગીરી છતાં યોગીતાબહેને ડર્યા વગર આરીફની ગંદી હરકતોનો વીડિયો બનાવી લીધો હતો, જે વાઈરલ થતાં પોલીસ પણ એકશનમાં આવી હતી અને આરીફને પકડી તેની હેકડી કાઢી નાખી હતી અને તેની ચાલ બદલી નાખી હતી.
આમ,એક મહિલા સાથે કઈ રીતે વર્તાવ કરવો તે નહિ જાણતા આરીફને પોલીસ આવતા મહિલાની ઈજ્જત કરતા શીખવ્યું ત્યારે તે પોપટ બની ગયો અને બે હાથ જોડવા લાગ્યો હતો ! તેની ચાલ ઉપરથી લાગતું હતું કે તેની બેઠક વ્યવસ્થા ઉપર ઊંડી અસર પડી હશે!!!!લુખ્ખા તત્વો સામે કડક એક્શન લેવામાં આવે તેવું જનતા ઇચ્છે છે અને પોલીસે એક મહિલાને સુરક્ષા આપી અહેસાસ કરાવ્યો કે પોલીસ જનતાની સેવામાં હાજર છે ,પોલીસ કાર્યવાહીના પગલે લોકો પોલીસની પ્રશંસા કરતા નજરે ચડ્યા હતા.