વાપીમાં છેલ્લા બે વર્ષમાં રોડ પાછળ 10 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હોવાછતાં ચોમાસુ આવે એટલે રોડ તૂટી જાય છે,નવાઈની વાત એ છે કે આવા રોડમાં ડામર ,આરસીસી અને પેવર બ્લોકના નવા રસ્તાઓનો પણ સમાવેશ થાય છે.
10 કરોડ ખર્ચી નાખવા છતાં લોકો રોજ ખરાબ રસ્તાઓમાંથી ચાલવા મજબુર બન્યા છે અને વાહનોમાં ખર્ચા વધ્યા છે તેમજ લોકોની કમ્મરના મણકા ઢીલા થઇ રહયા છે.
વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડતાં
વાપી ટાઉન ગોલ્ડ કોઇન સર્કલથી ઝંડા ચોક, હાલના હંગામી ફાટક, પૂર્વમાં જૂનાં ફાટકથી લઇ સર્કિટ હાઉસ સુધી, વાપી ટાઉન મુખ્ય બજાર રોડ, નાના રેલ્વે ગરનાળાથી ગીતાનગર અને સર્કિટ હાઉસ સુધી, પૂર્વમાં મોટાં ગરનાળાથી જે ટાઇપ જોડતો રોડ,વાપી ટાઉન મચ્છી માર્કેટથી આશિયાના કોમલેક્સ, ડુગરી ફળિયા,હરિયા પાર્ક,સુલપડ,ડુંગરા સહિતના રોડ ભંગારમાં ફેરવાઈ ગયા છે.
આમ,કરોડોનો ખર્ચ છતાં વરસાદ સામે ટક્કર લઈ શકે તેવા રોડ ક્યારે બનશે તેવા સવાલ પ્રજામાં ઉઠી રહયા છે.