વલસાડ જિલ્લાના વાપીમાં મચ્છી માર્કેટ નજીક આવેલા વીજ ટ્રાન્સફોર્મર માં ધડાકાભેર બ્લાસ્ટ થતા નજીકના ડેકોરેશનના સામાનના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી
આ ઘટનાને લઈ ભારે ભાગદોડના દ્રશ્યો સર્જાયા હતા. મધ્ય રાત્રીએ ધડાકો થતા આ વિસ્તારમાં વીજ પ્રવાહ ખોરવાયો હતો.
સ્થાનિક લોકોએ તાત્કાલિક વાપી વીજ કંપની, વાપી ફાયર વિભાગ, વાપી પોલીસ અને ગોડાઉન સંચાલકને આ ઘટનાની જાણ કરી હતી
આ ઘટના અંગે જાણ થતાં જ સાવચેતીના ભાગ રૂપે વીજ કંપની દ્વારા તરતજ વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો
ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેવા કામગીરી શરૂ કરી હતી.
ગોડાઉનમાં ઇલેક્ટ્રિક વાયરો, પ્લાસ્ટિક, લાકડાની ફ્રેમ સહિતનો સામાન હોવાથી આગ પ્રસરતી અટકાવવામાં ફાયર બ્રિગેડના જવાનોને ખુબજ મહેનત કરવી પડી હતી.
આગ ના કારણે ગોડાઉન નજીક પાર્ક કરેલી ત્રણ બાઇકો આગની ચપેટમાં આવી જતા આગમાં સ્વાહા થઈ ગઈ હતી.