વલસાડ નજીક વાપી ટાઉન માં આજકાલ રફીક મસાલા નામનો ઈસમ ખુબજ ચર્ચા માં છે અને તેની ટોળકી સટ્ટા બજાર માં પણ મોટું નામ ધરાવે છે તે ગોવાના કોઈ DM તેનો આકા હોવાની વાત ચર્ચાઈ રહી છે.આ ઈસમ વાપી વિસ્તાર માં પોતાનું ચોક્કસ સામ્રાજ્ય ઉભું કરી બે નંબર ના પૈસા બનાવવામાં લાગેલો છે ત્યારે ઇડી ના અધિકારીઓ જો તપાસ કરે તો તેની બે નંબર ની કમાણી કે હવાલા જેવી વાતો બહાર આવી શકે તેમ હોવાનું કહેવાય છે.
વ્યાજે પૈસા આપીને બાદ માં પઠાણી ઉઘરાણી કરતા તત્વો વલસાડ જિલ્લા માં સક્રિય થયા છે ત્યારે આ રફીક મસાલા ની મસાલેદાર વાતો પણ ચર્ચામાં આવી રહી છે અને તેનો બાયોડેટા તો આ અખબાર કાઢીને જ રહેશે અને તેના બે નંબર ના ધંધા અને તેનું દુબઈ સુધીના કનેક્શન અંગે ની ચર્ચાઓ અંગે તપાસ કરવામાં આવે તો મોટા મગરમચ્છ બહાર આવે તેવી વાતો સંભળાઈ રહી છે.
વાપી માં વ્યાજ ના ધંધા માં કાઠુ કાઢનાર રફીક મસાલા અને તેના સાગરીતો ની હરકતો અંગે ઉઠેલી ફરિયાદો વચ્ચે એક ફરીયાદ પોલીસ સુધી પહોંચી છે જેમાં વ્યાજ નહિ ભરી શકનાર ની કાર આ ઈસમો લઈ ગયા હોવાની વાત સામે આવી છે.
વાપીના ગોલ્ડન-2 ખોજા સોસાયટીમાં રહેતા માસૂમ વસાયા એ પોતાની ફરિયાદ માં જણાવ્યું છે કે તેઓ ને પૈસાની જરૂર ઉભી થતા રફીક મસાલા ,ભરત હંસારા સહિત ચાર ઈસમો પાસેથી રૂ.20,000 ની રકમ વ્યાજે લીધી હતી અને ત્યારબાદ લોકડાઉન આવી જતા તે પૈસા પરત નહિ આપી શકતા તા.1/8/2020 ના રોજ તેઓની સ્વીફ્ટ કાર આ પોતાને કાર માંથી બહાર ખેંચી કાઢી ટોળકી કાર ઉંચકી ગઈ હતી અને 4 લાખ આપી કાર લઈ જવા જણાવ્યું હતું.
વસોયા ના જણાવ્યા મુજબ 20,000 નું વ્યાજ 2 લાખ થાય છે અને ચાર લાખ માંગે છે.
આ બાબતે સુરત રેન્જ આઈજી અને સ્થાનિક પોલીસ ને ઈંફોર્મ કરવામાં આવ્યું છે.
જોકે,ઊંચા વ્યાજે નાણાં ની ધીરનાર કરનાર બિન્દાસ બનેલા આ તત્વો એ બેનંબર ના મોટા પ્રમાણ માં નાણા બનાવી લીધા હોવાની વાતો વચ્ચે જો ઇડી દ્વારા તપાસ થાય તો મોટા ગફલા બહાર આવવાની શકયતા વ્યક્ત કરાઇ રહી છે.
