વલસાડ ના વાપી માં બાયો ડીઝલ ના મોટા કૌભાંડ નો પર્દાફાશ થતા બાયોડિઝલ માફિયાઓ માં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે અને વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે એક કરોડ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે લેતા સબંધીતો ફફડી ઉઠ્યા છે.
પોલીસે સમગ્ર કાર્યવાહી માં ૫૦હજાર લીટર જવલનશીલ પ્રવાહી બે ટેન્કર, ચાર મોબાઈલ મળી૧કરોડ૨૪લાખ થી વધુ નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે લીધો છે.
વિગતો મુજબ સુરત રેન્જ આઈ જી ની હાઇવે પર ટેન્કરો માં થી ગેરકાયદેસર ચોરી,બાયોડિઝલ ના ગેરકાયદેસર વેચાણ ની પ્રવૃત્તિ અટકાવવાના હુકમ અને જિલ્લા પોલીસ વડા ડૉ. રાજદીપ સિંહ ઝાલા ના માર્ગદર્શન હેઠળ જિલ્લા એલ સી બી પી આઇ જે એન ગોસ્વામી એ સ્ટાફ સાથે વાપી ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તાર માં પ્લોટ નમ્બર ડી.જી.૧૮ તેજસ્વી એન્ડ કમ્પની ના ગોડાઉન માં રેડ કરતા આ આખું કૌભાંડ સામે આવ્યું હતું. પોલીસે આ પ્રકરણમાં
આરોપીઓ નૌશાદ કલીમ મિર્ઝા,અંસઆર નિસાર ખાન,અવધેશ અમરબહાદુર યાદવ અને સુભાસ જગદીશ ભાઈ પ્રજાપતિ ની ધરપકડ કરી હતી
સમગ્ર કામગીરી એલ સી બી પી એસ આઇ સી એચ પનારા, કે એમ બેરિયા ,એ એસ આઈ નરેન્દ્ર સિંહ,હેડ કોન્સ્ટેબલ વિક્રમ,અજય અને કર્મણ ના ઓ એ કરી હતી.
આ બનાવ ને લઈ બાયોડિઝલ ના ગેરકાયદેસર ધંધા કરતા તત્વો માં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
