વાપી ખાતે થી તા.7 /3 /2021 થી તા.12/3/2021 દરમ્યાન ગોવા ખાતે એક લગ્ન પ્રસંગ માં 24 વ્યક્તિઓ નું ગ્રુપ ગયું હતું .
દરમ્યાન લગ્ન પ્રસંગ પૂર્ણ કરી આ ગ્રુપ પરત આવતા બહાર ગામ થી આવેલ હોય નિયમ મુજબ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના અંગે હેલ્થ ચકાસણી કરવામાં આવતા 24 પૈકી 12 વ્યક્તિઓ કોરોના પોઝીટીવ અને 12 વ્યક્તિઓ ના સેમ્પલ નેગેટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ની ગાઈડ લાઇન મુજબ સારવાર અપાઈ હતી જોકે, જે પોઝીટિવ આવ્યા હતા તે પૈકી 10 વ્યક્તિઓ તો બહાર ના સગા સબંધીઓ હોય તેઓ ને હોમ કોરોન્ટાઇન વગરે પગલાં ભરવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વલસાડ ની એક સત્તાવાર યાદી માં જણાવાયુ હતું.
