વલસાડ નજીક બગવાડા ટોલનાકા ઉપર રાજ્ય ના આવક વિભાગની ટીમેં ચેકીંગ હાથ ધરી લાખો રૂપિયા ની કિંમત નો વિદેશી દારૂ ઝડપી પાડી બુટલેગરો ની એવી મોડ્સ ઓપરેન્ડી ખૂલ્લી પાડી કે જે આજદીન સુધી પોલીસ પણ શોધી શકી ન હતી અને તે જાણીને ખુદ વલસાડ પોલીસ પણ ચોંકી ઉઠી છે. વાપી નજીક આવેલા બગવાડા ટોલનાકા પર ભીલાડની આવકવેરા વિભાગની ટીમ દ્વારા હાઇવે પરથી પસાર થતાં માલ વાહક વાહનોને રોકી e-way બિલની તપાસ ચાલુ હતી તે દરમ્યાન મુંબઈ તરફથી આવી રહેલી વી-ટ્રાન્સ કંપનીની એક કન્ટેનર આવતા રોકયું હતું અને તેમાં ભરેલા સામાન અંગના બિલ માંગતા કન્ટેનર ચાલકે ટીમને તેની પાસે રહેલા જરૂરી કાગળો અને બિલ આપ્યા બાદ ત્યાંથી તે ભાગી જતા આવકવેરા વિભાગ ને કંઈક શંકાસ્પદ જણાયું હતું અને હાથ ધરેલી તપાસમાં માંથી મળેલા e-way bill નકલી હોવાનું બહાર આવ્યું હતું. અને જ્યારે આવકવેરા વિભાગની ટીમે રોકેલી કન્ટેનરમાં તપાસ કરતાં જે સામાન દેખાયો તે સામાન જોઈને ખુદ આવકવેરા વિભાગની ટીમ પણ ચોંકી ગઈ હતી. કારણ કે બીલ માં કન્ટેનરમાં મરચુ દર્શાવાયું હતું અને તેમાં તેના વિપરીત વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી હોવાનું ખુલ્યું હતું એટલુંજ નહી પણ વી ટ્રાન્સ કંપની સાથે પણ આ ટ્રકનો સંબંધ ન હોવાનો ખુલાસો થયો હતો. ભરેલા સામાનના e-way billમાં દર્શાવવામાં આવેલી કોઈ વસ્તુ નહીં પરંતુ વિદેશી દારૂની મોટો જથ્થો ભરેલો હોવાનું જણાતાં આવકવેરા વિભાગની ટીમે પોલીસ ને જાણ કરતા પારડી પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી અને પોલીસે તપાસ હાથ ધરીને 23 લાખની કિંમતનો વિદેશી દારૂ અને કન્ટેનર મળી કુલ 33 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
મહત્વપૂર્ણ છે કે દેશમાં ટેક્સના માળખાના સરડીકરણ માટે જીએસટી અને e-way bill સહિતની નવી પદ્ધતિનો અમલ કરવામાં આવી રહ્યો છે. આથી રાજ્યમાંથી ચેકપોસ્ટ અને અન્ય ચેકનાકા પણ દૂર થઈ ગયા છે અને e-way billના આધારે સામાનની હેરફેર થઈ રહી છે. પરંતુ હવે ભેજાબાજ ટ્રાન્સપોર્ટ રો નકલી બિલના આધારે ગેરકાયદેસર સામાનની હેરાફેરી પણ કરતા હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે.
