વલસાડ જિલ્લામાં કોરોના નો બૉમ્બ ફાટ્યો છે ત્યારે અહીં મૃત્યુઆંક વધવા પાછળ વેન્ટિલેટર ની અછત પણ એક કારણ હોવાનું માનવામાં આવી રહ્યુ છે અને આ વાત સામે આવતા લોકો માં હોસ્પિટલમાં દાખલ થવા સામે પણ ગભરાટ થઈ રહ્યા ની વાત ચર્ચા નો વિષય બની ગઈ છે જિલ્લા માં સૌથી વધારે કોરોનાના કેસો વાપીમાં નોંધાયા છે. 250થી વધુ કેસોની સાથે 28 ના કોરોનાના કારણે જીવ પણ ગયા છે, પરંતુ હાલ વાપીની કોવિડ-19 હોસ્પિટલમાં વેન્ટીલેટરની અછત વર્તાઈ રહી છે. અહીંની જનસેવા હોસ્પિટલમાં 10 અને શેલ્બી હોસ્પિટલમાં 1 વેન્ટીલેટર હોવાની વાસ્તવિકતા બહાર આવી છે. વેન્ટીલેટરની અછતના કારણે દર્દીના જીવ સામે જોખમ ઉભું થઈ ગયું હોવાનું સામે આવી રહ્યું છે.
વાપીમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર શરૂ કરાઇ છે, પરંતુ આ હોસ્પિટલોમાં વેન્ટીલેટરની અછત એક મોટી સમસ્યા છે. જેથી આવા દર્દીઓએ વલસાડ સિવિલ લાવવવામાં આવી રહ્યા છે, હકીકત તો એ છે કે વાપી જનસેવા હોસ્પિટલમાં 10 અને અન્ય એક ખાનગી હોસ્પિટલમાં એક મળી કુલ 11 વેન્ટીલેટરથી દર્દીઓને સારવાર અપાઇ રહી છે. કામદાર હોસ્પિટલમાં પણ વેન્ટીલેટર નથી. જેથી વાપીની કોવિડ હોસ્પિટલોમાં વેન્ટીલેટર નો અભાવ સ્પષ્ટ થઈ રહ્યો છે જેથી દર્દીના જીવને જોખમ વધી ગયુ છે તેવે સમયે સબંધિત વિભાગ આ મામલે ગંભીરતા દાખવે તે જરૂરી બની ગયું છે.
