વલસાડ જિલ્લા માં કોરોના ના કેસો નો રાફડો ફાટ્યો છે ત્યારે આ બધા વચ્ચે વાપી ની એક ખાનગી હોસ્પિટલ માં ઓક્સિજન નો સ્ટોક પૂરો થઈ જતા દર્દી નું મોત થયા નો પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવતા ભારે ચકચાર મચી ગઇ છે.
હોસ્પિટલના આઈસીયુમાં દાખલ દર્દીના મોત બાદ પરિવારજનોએ ભારે હંગામો મચાવ્યો હતો પરિણામે અહીં આ મામલે ભારે ચર્ચાઓ ઉઠવા પામી હતી.
હોસ્પિટલના આઈસીયુમાં ઓક્સિજન પૂરો થઇ જતાં પોતાના સ્વજન નું મોત થયું હોવાના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે.
દર્દીના સ્વજનો દાવો કરી રહ્યા છે કે મોડી રાત્રે જાતે જ ઓક્સિજન હોસ્પિટલમાં આપ્યો હતો.
હોસ્પિટલની બેદરકારીથી સ્વજન નું મોત થયાના પરિવારજનોના આક્ષેપ કરી હોબાળો મચાવતા પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી.
વાપી ની નિરામયા નામની ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં તબીબોની ગંભીર બેદરકારીને કારણે ઓક્સિજન ના અભાવે દર્દી નું મોત થયું હોવાના પરિવારજનોના આક્ષેપ થી મામલો ગરમાયો છે જોકે,આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ ઘટના એ વાપી પંથક માં ભારે ચકચાર જગાવી છે.
