વલસાડ જિલ્લા માં કોરોના ની એન્ટ્રી અને 5 દર્દીઓ નોંધાયા બાદ રિકવરી બાદ ખુબજ ઝડપ થી ગ્રીન ઝોન તરફ આગળ વધી રહેલા વલસાડ જિલ્લા માં ફરી કોરોના એ દેખા દીધી છે અને વાપી તાલુકા માં એક સાથે વધુ 2 પોઝીટિવ દર્દી નોંધાતા તંત્ર માં ટેંશન વધી ગયું છે.
વિગતો મુજબ જે કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાયા છે તેમાં વાપી ના હુસેલ ગોંડલ નગર માં રહેતા 18 વર્ષ નો મહંમદ કૈફ સીદીક અને ઉમરસાડી ખાતે ના સાગિયા ફળીયા માં રહેતા 25 વર્ષીય તેજસ નાયક નો સમાવેશ થાય છે અને તેઓ જનસેવા હોસ્પિટલમાં માં લેબ ટેક્નિશયન તરીકે ફરજ બજાવતા હતા અને વાપી ની વુડલેન્ડ હોટલ માં રોકાયા હોવાની હકીકત બહાર આવતા ભારે સનસનાટી મચી ગઇ છે.કારણ કે તેઓ કેટલાય લોકો ના સમ્પર્ક માં આવ્યા હોવાનું મનાય રહ્યું છે જે અંગે તપાસ કરવા માં તંત્ર ધંધે લાગ્યું છે.
