રાજ્ય માં કોરોના ની મહામારી માં ભાંગી પડેલા વાલીઓ પાસે થી વધુ ફી લેવા માટે શાળા સંચાલકો મેદાને પડ્યા છે ત્યારે બીજી તરફ એવા પણ શાળા સંચાલકો છે જેઓ સ્વૈચ્છિક રીતે ફી માફ કરીને માનવતા નું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
વાપી ઉદ્યોગ નગર સ્થિત લાયન કલબ ઓફ વાપી ઉદ્યોગનગર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અંગ્રેજી માધ્યમની ઉપાસના લાયન્સ ઇંગ્લીશ મિડિયમ સ્કૂલના સંચાલક મંડળે શાળાના 2200 ઉપરાંત વિદ્યાર્થીઓને વધુ રૂ. 650ની રાહત આપવાનો નિર્ણય કરતા શાળા ની વાહવાહી થઈ રહી છે.
અહીં સંચાલક મંડળે જૂન મહિનાના અંતમાં 6 મહિનાની ટર્મ અને 3 મહિના એક્ટિવિટી ફી પેટે વિદ્યાર્થી દીઠ રૂ. 1550ની રાહત આપી હતી. હવે શાળા ખોલવાનો સમય નવેમ્બર સુધી લંબાતા વધુ 3 મહિનાની એક્ટિવિટી ફી રૂ. 650ની રાહત આપવાનો સર્વાનુમત્તે નિર્ણય લેવાયો છે. સ્કૂલ વર્કિંગ કમિટિ અને ટ્રસ્ટી મંડળના નિર્ણયને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓને અંદાજે 50 લાખની આર્થિક રાહત આપવાનું પગલું ભર્યું છે. શાળાના 103 કર્મચારીઓના 7 મહિનાના પગારમાંથી એક પણ રૂપિયાની કપાટ કરાઇ નથી. આ રાહતનો લાભ નવા પ્રવેશ મેળવનારને મળી શકશે નહીં. વિદ્યાર્થીઓને ફી માં પ્રાપ્ત થનારી રૂ. 2200 ઉપરાંતની રાહત વાલીઓ માટે રાહત આપનારી વાત સામે આવતા રાજ્યના અન્ય શાળા સંચાલકો આ વાત સમજે તો વાલીઓ ને રાહત મળી શકે તેમ છે.
