વલસાડ જિલ્લામાં છેલ્લા ઘણાં વર્ષોથી વ્યાજખોરો નો આતંક વધ્યો છે અને જિલ્લા માં ચાલી રહેલા ઉંચા વ્યાજ વટાવ અને મિલ્કતો તેમજ વાહનો પડાવી લેવાના બનાવો સહિત રફીક મસાલા અને તેના સાગરીતો ના આતંક અંગે સત્યડે દૈનિક માં અહેવાલો છપાતા અને જિલ્લા માં ચાલતા ગેરકાયદે વ્યાજ વટાવ ના ધંધાની વાતો ધ્યાને આવતા જ જિલ્લા પોલીસ વડા ચોંકી ઉઠ્યા છે અને તેઓએ હવે આવા તત્વો ને સકંજામાં માં લેવા ચક્રો ગતિમાન કરતા વ્યાજખોર આલમ માં ભારે સોપો પડી ગયો છે. આવા વ્યાજખોર તત્વો જરૂયાતમંદ વ્યક્તિઓને ઊંચા વ્યાજ રૂપિયા ની ધારધીર કરી આવા મજબુર લોકો સમયે પૈસા ન ચૂકવી શકતા તેમનો મકાનથી લઇ વાહન સુધી બળજબરીથી છીનવી લેવાના કિસ્સા સામે આવતા રહ્યા છે. પીડિતોએ પોલીસ ફરિયાદ કરતા મામલા પ્રકાશ માં આવી રહ્યા છે, અત્રે નોંધનીય છે કે રૂપિયાની લેતીદેતી કરી ઉંચુ વ્યાજ વસૂલવા જતા જ દમણના સલીમ મેમણ નું મર્ડર થઈ ચૂક્યું છે. હાલ માં વલસાડ જિલ્લાના નવા એસપી ડો.રાજદીપસિંહ ઝાલાએ એક યાદી જાહેર કરી જણાવ્યું છે કે, શરાફી પેઢીનું લાયસન્સ મેળવ્યા વગર ગેરકાયદે રીતે કોઇ વ્યાજનો ધંધો કરતા હોય, નાણાં વ્યાજે આપી વધુ વ્યાજ સાથે નાણાં પરત મેળવવા માટે ત્રાસ આપતા હોય તેવા વ્યાજખોર વ્યક્તિઓ તેમજ ભૂમાફિયાઓ દ્વારા ખોટા દસ્તાવેજો ઉભા કરી ગેરકાયદે રીતે જમીન પચાવી પાડવામાં આવેલ હોય તેવા વ્યક્તિઓ અને ગૌવંશના પશુઓની તેમજ ગેરકાયદે પશુઓની હેરાફેરી કરતા વ્યક્તિઓ અંગે કોઇ પણ માહિતી મળે તો સીધા પોલીસ અધિક્ષક વલસાડના મોબાઇલ નં.9978405085 અથવા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરના મોબાઇલ નં.9825297464 ઉપર સંપર્ક કરી હકિકત આપવી. માહિતી આપનારની ઓળખ ગુપ્ત રખાશે. આમ વલસાડ જિલ્લા પોલીસ વડા ઝાલા હવે સીધાંજ લોક સંપર્ક માં આવતા જિલ્લા ના નાગરિકો માં રાહત અને સુરક્ષા ની લાગણી ઉભી થઇ રહી છે.
