વાપી નગરપાલિકામાં કામ કરતા 300 સફાઇ કામદારો ના નાયકવાડ પાણીની ટાંકી નજીક આવેલા પ્લાસ્ટિકના ઝૂંપડાઓ માં આગ લાગતા ઝુંપડાઓ આગ માં સ્વાહા થઈ જતા કેટલાય પરિવારો છત વિહોણા બન્યા હતા.
ગતરોજ વહેલી સવારે 7થી 8 વચ્ચે એક તમ્બૂમાં સળગાવેલા દીવાના કારણે અચાનક આગ લાગતા આ બનાવ બન્યો હોવાનું કહેવાય છે જે પ્લાસ્ટિકમાં આગ વિકરાળ બનતા 30થી વધુ ઝૂંપડામાં આગ ફેલાતા થોડા જ સમયમાં આગે વિકરાળ બની હતી, કલાકોની જહેમત બાદ ફાયર બ્રિગેડ ના જવાનો એ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધી માં ઝૂંપડાઓ બળીને ખાક થઇ ગયા હતા. સદનસીબે આગ લાગતા જ તમામ ઝુંપડાઓ માંથી નીકળી જતા કોઇ જાનહાનિ થઇ ન હતી. પણ આગમાં તેઓના ઘરના સર-સામાન બળીને રાખ થઇ ગયા હતા.
60થી વધુ પરિવાર ઘર વિહોણા થયા હતા અને ઠંડીમાં બાળકો સાથે ખૂલ્લામાં રહેવા મજબૂર બન્યા હતા.
