વલસાડ માં ધૂળેટી પર્વ ઉજવ્યા બાદ વાપી હરિયા પાર્ક પાછળ આવેલી દમણગંગા નદીમાં કેટલાક તરુણો નાહવા પડ્યા હતા જે પૈકી પાંચ જેટલા તરુણોને ડૂબતા જોઈને અન્ય સ્થાનિક લોકો એ તાત્કાલીક પહોંચી જઇ ત્રણ તરુણો ને નદીના માંથી બહાર કાઢી બચાવી લીધા હતા જયારે બે તરુણોને શોધવા વાપી રેસ્ક્યુ ટીમને જાણ કરાઇ હતી. જેમાં ફાયર ફાઈટરની ટીમ અને વાપી રેસ્ક્યુ ટીમે દમણગંગા નદીમાંથી બે તરુણોને બચાવવા પ્રયત્નો શરૂ કર્યા હતા પણ અંધારું થઈ જતા બાળકો ને શોધવામાં તકલીફ ઊભી થઈ હતી. વાપી GIDCની ફાયર ફાઈટરની ટીમ અને વાપી રેસ્ક્યુ ટીમે ઘટના સ્થળે પહોંચી ડૂબેલ બંને તરુણોને શોધખોળ શરૂ કરી હતી.
આ બનાવ ને કારણે ભારે ચકચાર મચી ગઇ છે.
