એક તરફ ખાનગી નોકરીઓ માં ખુબજ ઓછા પગાર ઉપર કામ કરતા લોકો ઓછા પગાર માં પણ પોતાનું ગાડું ગબડાવી રહ્યા છે ત્યારે બીજી તરફ સરકારી સેફ ગણાતી નોકરી માં પણ સરકારી પગાર ઉપરાંત વધુ બે નંબર ની આવક મેળવવામાં અનેક લાંચિયા અધિકારીઓ એસીબી ની ઝપેટે ચડી રહયા છે ત્યારે વાપીની ચલા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઇ પી.એલ.દાફડા રૂ.1 લાખ ની લાંચ લેતા ઝડપાઇ જતા પોલીસ બેડા માં ભારે ચકચાર મચી છે. વિગતો મુજબ વલસાડ ACB ની ટીમે આ પીએસઆઇ ને રૂ. 1 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા.
પીએસઆઇ દાફડાએ ફરિયાદી ની મેડીકલ એજન્સીના નામે ખોટા લેટર પેડ અને ખોટી સહીઓ કરવાના તેના મિત્ર દ્વારા થયેલા મામલામાં ફરિયાદ નોંધવા મામલે વીસ લાખની માંગણી કરી હતી. જેમાં 4 લાખ અગાઉ લઈ લીધા હતાં. જ્યારે બાકીની 1 લાખની રકમ પીએસઆઇ ને આપવાની બાકી હોય તે રકમ સ્વીકારતા ACB એ ઝડપી લીધા હતા.
આ પ્રકરણ ભારે ચર્ચાસ્પદ બન્યું છે.
