વલસાડ જિલ્લા માં કોરોના નો કહેર વધતો જઇ રહ્યો છે,ત્યારે વાપી માં આજે વધુ બે કેસ સામે આવ્યા છે.
ગત સપ્તાહે કોરોના પોઝીટીવ નોંધાયેલ રવિ જેસવાલ ના માતા પિતા નો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે જેમાં રવિ ના પિતા 59 વર્ષીય ગોરખપ્રસાદ વિષ્ણુનાથ જેસવાલ ડાયાબિટીસના દર્દી છે અને માતા 55 વર્ષીય દયાંતીદેવી જેસવાલ ડાયાબીટીસ અને બ્લડપ્રેસર ના દર્દી હોઈ તેમને પુત્રનો ચેપ લાગ્યા ની શંકા છે. આ બન્ને ચલા સ્થિત સતાધાર સોસાયટીમાં રહે છે પુત્ર ને પોઝીટીવ આવતા તેના માતાપિતાને અટગામ ખાતે ના સામુહિક આરોગ્ય કેન્દ્ર માં કોરિન્ટિન કરાયા હતા પરંતુ તેમને તકલીફ વધતા વલસાડ સિવિલ માં લવાયા હતા જ્યાં સેમ્પલ લેવાતા બને ના કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યા છે જ્યારે સારવાર હેઠળ રહેલા વાપી બલીઠા ના દર્દી તસેલ અહમદ ચૌધરી સાજા થઈ જતા તેમને વલસાડ સિવિલ માંથી રજા આપવામાં આવી હતી.
