વાપી માં વીઆઇએ પ્રમુખપદ અંગે નો વિવાદ જામી રહ્યો છે ત્યારે મહેશ પંડયાના લવાદ આર. આર. દેસાઇએ રાજીનામુ આપ્યા બાદ સૂચવેલા નામોમાં હજુ સુધી કોઇ આગળ નહિ આવતા મળેલી બેઠકમાં લવાદ કમિટિએ ફાઇનલ નિર્ણય લેવાની મુદ્તમાં વધારી દીધી છે અને હવે આગામી તા. 12 ઓકટોમ્બર સુધીમાં ફાઇનલ નિર્ણય લઇ સુપ્રિમકોર્ટને જાણ કરવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહયા છે.
વાપી વીઆઇએ પ્રમુખપદ નો છેલ્લા 18 માસ થી વિવાદ ઉભો થયો છે જેનું નિરાકરણ આવતું નથી અને બંને જુથો એક-બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યાં છે.દરમ્યાન ચૂંટાયેલા પ્રમુખ મહેશ પંડયાના લવાદ આર.આર.દેસાઇના રાજીનામા બાદ તેમણે માજી વીઆઇએ પ્રમુખ સતિષ ઝવેરીનુ નામ લવાદ તરીકે સૂચવ્યુ હતુ, પરંતુ તેમણે હજુ સુધી કોઇ જવાબ ન આપ્યો હોવાની વાત છે. લવાદ તરીકે કોઇ નામ ન આવતાં આખરે બુધવારે મળેલી મળેલી લવાદ કમિટિની બેઠકમાં આ મામલે મુદત વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.જેમાં 12 ઓકટોમ્બર સુધીમાં ફાઇનલ નિર્ણય લેવાનું નકકી કરવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
